Sihor
ચીથરીયા હનુમાનજીના જયકારા સાથે પાંચમા દિવસની રાત્રીએ ભવ્ય સંતવાણી અને લોકડાયરો યોજાયો
કુવાડિયા
આપણી ગાયોને બચાવી એ આજે આપણું કર્તવ્ય અને ફરજ બની ગઈ છે : સાગર પ્રજાપતિ
શ્રીમદ ભાગવત સપ્તાહ,સંતવાણી અને ડાયરાથી લોકોનું મન પ્રફુલિત અને આવા આયોજનથી લોકોને પોતાનો ઇતિહાસ વાગોળવા મળે છે. આવા આયોજન સતત શરૂ રહેવા જોઈએ : ઉર્મીવ સરવૈયા
યુવા પેઢીને પોતાના ધર્મ તરફ આકર્ષણ એ ખૂબ જરૂરી બની ગયું છે. : મહેશભાઈ ધામેલીયા
સિહોરના શ્રી ચીથરીયા હનુમાનજી ખાતે ચાલતી ભાગવત સપ્તાહના પાંચમા દિવસની રાત્રે ભવ્ય સંતવાણી અને ડાયરા નું આયોજન થયું. એ અન્વયે કેટલાય મહાનુભાવો, સંતો અને મોટી સંખ્યામાં ભાવે ભક્તો એકઠા થયા હતા. મહત્વની વાત એ છે કે આ સંતવાણી અને ડાયરા ના આયોજનમાં અનુભવી કલાકારો સાથે નવા અને જોશીલા કલાકારોને પણ સ્થાન આપવામાં આવ્યું હતું. જેમાં થાનગઢ સુરેદ્રનગરથી શ્રી સાગરભાઇ પ્રજાપતિ જે લોક સાહિત્યકાર, શ્રી અલ્પેશભાઈ મકવાણા છે ભજનીક, શ્રી મહેશભાઈ ધામેલીયા જે હાસ્ય કલાકાર અને શ્રી બલરામજી દુધરેજીયા જે સંતવાણી આરાધક હતા.
સાથે સમગ્ર સંતવાણી અને ડાયરાનું સંચાલન કવિ અને લેખક શ્રી ઊર્મિવ સરવૈયા દ્વારા થયું હતું. સંતવાણી અને ડાયરામાં પ્રથમ ગણપતિ વંદના અલ્પેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી અને પછી લોક સાહિત્યની વાતો શ્રી સાગરભાઇ પ્રજાપતિ દ્વારા ખૂબ ઉત્સાહભેર થઈ હતી. દુહા, છંદ અને છપકરાથી આખું સિહોર ગુંજી ઉઠ્યું. પછી હાસ્ય કલાકાર શ્રી મહેશભાઈ ધામેલીયા દ્વારા ડાયરો હાસ્યથી તરબોળ થયો હતો. અંતે સંતવાણી આરાધક શ્રી બલરામજી દુધરેજીયા એ ભજનના દોરને આગળ વધારી સૌ ભાવી ભક્તોના મનને પ્રફુલિત કરી દીધા. સંતવાણી અને ડાયરામાં ઉસ્તાદ શ્રી મુન્નાભાઈ, મંજીરા વાદક શ્રી કનુભાઈ અને શાન સાઉન્ડ સિહોરથી આખુય સિહોર ગુંજી ઉઠ્યું! આ સમગ્ર ડાયરાનો લાઈવ પ્રસારણ યૂટ્યુબ ચેનલ શંખનાદ પર પ્રસારિત કરવામાં આવ્યું હતું.