Sihor
સિહોરના ભડલી રોડ ઉપર ગાંડા બાવળના ઝુંડથી રોડ સાંકડા બન્યો ; ઝુંડને હટાવવાની ઉઠી માંગણી

પવાર
સિહોર તાલુકાના ગામડાઓના રોડ ઉપર આડેધડ ઉગી નીકળેલ બાવળના ઝુંડથી ગામડાઓના રસ્તાઓ સાવ સાંકડા અને તૂટી ગયા છે, જેના લીધે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. અંગે તંત્રને અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કયારેય રસ્તાઓ રીપેરીંગ કરવામાં આવતા નથી. જેના લીધે ગામડાના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગામડાઓના રોડ ઉપર ગાંડા બાવળના રોડની બંને બાજુએ ઝુંડ ઝામી જવાથી રોડ સાવ સાંકડા બીન ગયા છે, તેમજ મોટાભાગના ગામડાના રોડ ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા છે ત્યારે બાવળના ઝુંડ દુર કરવા માટેની માગ કરાઇ છે.
સિહોર તાલુકાના ભડલી ગામ જવા આવવા માટે ભારે મુશ્કેલીઓ અનુભવી પડે છે તેનું મુખ્ય કારણો તંત્રની બેદરકારી ને લઈ રોડની બન્ને સાઈડો ઉપર વિશાળ બાવળના મોટા ઝુંડો ને લઈ નાના મોટા વાહનો ચાલકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે ઇમરજન્સી સેવાઓના વાહનો,સ્કુલ બસ,સરકારી વાહનો તેમજ પદયાત્રીઓ સહિત હેરાનગતી ને લઈ હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે આ અંગે ભડલી ના સામાજીક કાર્યકર અને પત્રકાર વિક્રમસિંહ ગોહિલ દ્વારા ઉગ્ર ચીમકી આપતા જણાવેલ કે તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા આ બાવળ ના ઝુંડો હટાવવામાં નહિ આવે તો ઉગ્ર રજૂઆત કરવામાં આવશે તેવુ જણાવ્યું હતું