Sihor
સિહોર ગૌતમેંશ્વર રોડ પર ધાર્મિક સ્થળ પાસે ગટરનાં પાણી રસ્તા પર આવતા દર્શનાર્થીઓ પરેશાન
પવાર
ગટરનાં પાણીમાંથી પસાર થવા ભક્તો મજબૂર, યોગ્ય કાર્યવાહીની માગણી
સિહોરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે ધાર્મિક સ્થળો પણ બાકાત ન હોય તેમ ગૌતમેંશ્વર જવાના માર્ગ પર ગટરનાં પાણી રસ્તા પર આવતા સ્થાનિકોમાં અને ભક્તોમાં રોષ ફેલાયો છે. અને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી માગ કરી રહ્યા છે. સિહોરમાં ગટર જાણે નામ માટે જ હોય આ ગટર જાણે માત્ર કાગળો પર થઇ હોય તેમ અનેક વિસ્તારમાં ગટરનાં પાણી રસ્તા પર આવવાનાં બનાવો સામાન્ય બની ગયા છે. સિહોર ગૌતમેશ્વર જવાના માર્ગ તેમજ આસપાસમાં છેલ્લા કેટલાક સમયથી ગટરનાં પાણી રસ્તા પર આવતા હોવાથી નછૂટકે દર્શનાર્થીને ગટરનાં પાણીમાંથી પસાર થવું પડે છે.
ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે. મંદિરે દર્શન કરવા જતા ભક્તો જણાવે છે કે અહીં ઘણા સમયથી વારંવાર ગટરનાં પાણી રસ્તા પર આવવાનાં બનાવો બને છે. લોકોને નછૂટકે ગંદકીમાંથી પસાર થવું પડે છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી અમારી માગ છે. શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે ગટર લાઈનો નખાઈ છે ત્યારે હજુ અનેક વિસ્તારોમાં ગટર યોજના પહોંચી જ ન હોવાથી લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે તે હકીકત અને વાસ્તવિકતા છે