Bhavnagar
મધર્સ ડેના દિવસે માતાએ પુત્રને કાંધ આપી

બરફવાળા
જે દીકરાને ભણવા કેનેડા મોકલ્યો હતો, તેનો સફેદ કપડામાં વીંટળાયેલો મૃતદેહ જોઈ માતાપિતા ભાંગી પડ્યા
કેનેડામાં આકસ્મિક મોતને ભેટનાર DySPના પુત્રનો મૃતદેહ માદરે વતન સિદસર લવાયો, માતા અને બાએ ભારે આક્રંદ સાથે કાંધ આપી, અંતિમવિધિમાં આખું ગામ હીબકે ચડ્યું, કોણ કોને છાનું રાખે, આખા ગામે આયુષને ભીની આખે વિદાય આપી
આજે 14 મે.. આજના દિવસને વિશ્વભરમાં મધર્સ ડે તરીકે ઊજવવામાં આવે છે પણ આજનો મધર્સ ડે સીદસરની એ માતા ક્યારેય નહીં ભૂલી શકે કારણ કે આજે પોતાના વહાલસોયાને લાડ લડાવવાની જગ્યાએ એ મજબૂર માતાને કાંધ આપવી પડી.
ભાવનગર સીદસર ગામના વતની અને પાલનપુરના ડીવાયએસપીનો પુત્ર આયુષ કેનેડામાં અભ્યાસ કરતો હતો. જેની સાતેક દિવસ અગાઉ શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. જેના મૃતદેહને આજે વતન લવાતા આખા ગામની આખો ભીની થઇ હતી. જ્યારે આયુષની અંતિમ વિધિમાં માતા અને બાએ ભારે આક્રંદ સાથે કાંધ આપી હતી. આયુષ ડાંખરાના મૃતદેહના આજે અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આયુષના માતા અને મોટા બાએ કાંધ આપી વ્હાલસોયા દીકરાને અંતિમ વિદાય આપી હતી.
તો બીજી તરફ, પરિવારના હૈયાફાટ રુદન સાથે આયુષ ડાંખરાની અંતિમ યાત્રા સિદસદની ગલીઓમાં નીકળી હતી. સીદસર ખાતે આવેલા સ્મશાન ગૃહ ખાતે તેની અંતિમ વિધિ કરવામાં આવી હતી. પુત્રનો મૃતદેહ જોઈને માતાપિતા ભાંગી પડ્યા હતા. જે દીકરાને ભણવા કેનેડા મોકલ્યો હતો, તેનો સફેદ કપડામાં વીંટળાયેલો મૃતદેહ પરત આવ્યો હતો. આજે ભારે હૃદયે આયુષના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.