Connect with us

Gujarat

હવે ઠંડીને કહો ગુડબાય ! કાલથી શરૂ થશે ગરમીનો પ્રકોપ

Published

on

Now say goodbye to the cold! Heat wave will start from tomorrow

દેવરાજ

  • હજી તો ઉનાળાની શરૂઆત થઈ નથી એ પહેલા ગુજરાતમાં વહેલી સવારે તાપમાન ૧૦ ડિગ્રી જેટલું રહે છે અને બપોર બાદ ગરમીનો પારો ૩૫ ડિગ્રીને વટાવી જાય છે જેને લઇને કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે

રાજ્‍યમાં ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યુ છે અને ગરમીનું સામ્રાજ્‍ય ફેલાઇ રહ્યું હોય તેવો અનુભવ થઇ રહ્યો છે. ત્‍યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આ ૨૪ કલાકમાં તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થાય. જે બાદ તાપમાનમાં ત્રણેક ડિગ્રી જેટલો વધારો થશે. ત્‍યારે હવે ગુજરાતવાસીઓએ ગરમી માટે તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગ આગાહી પ્રમાણે, રાજ્‍યનાં તાપમાનમાં ૪ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. ૨૪ કલાકમાં તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહિ. આ સાથે ૨૪ કલાક બાદ તાપમાનમાં ૩ ડિગ્રી જેટલો વધારો થશે. તેમજ પવનની ગતિ સામાન્‍ય રહેશે. વેસ્‍ટર્ન ડિસ્‍ટબન્‍સ જતા હવે તાપમાનમાં વધારો થશે. ત્‍યારે હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરવો પડશે. સવારે ઠંડી જ્‍યારે બપોરે ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે, આજ બાદ તાપમાનમાં ૨-૩ ડીગ્રીનો વધારો થશે. હાલ સૌથી ઓછું નલિયામાં ૧૦ ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્‍યારે અમદાવાદમાં ૧૪ ડીગ્રી આસપાસ તાપમાન નોંધાવવા પામ્‍યું છે. ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે, ૫ દિવસમાં તાપમાનમાં ઉતાર-ચડાવ રહેશે. આ ઉપરાંત ઉત્તર-પૂર્વીય પવનોના કારણે ઠંડીમાં સામાન્‍ય વધારો, અમદાવાદમાં ૨૪ કલાકમાં ૩ ડિગ્રી તાપમાન ઘટયું છે. જ્‍યારે હવે તાપમાનમાં વધારો થઇ શકે છે.

Now say goodbye to the cold! Heat wave will start from tomorrow

ગ્‍લોબલ ર્વોમિંગને કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. હજી તો ઉનાળાની શરૂઆત થઈ નથી એ પહેલા નવસારી જિલ્લામાં વહેલી સવારે તાપમાન ૧૦ ડિગ્રી જેટલું રહે છે અને બપોર બાદ ગરમીનો પારો ૩૫ ડિગ્રીને વટાવી જાય છે જેને લઇને કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. હાલ કેરીની સીઝન નજીક આવી રહી છે અને આંબા પર મોર પણ આવી ગયા છે પરંતુ સાંજે ઠંડી અને બપોરે પડી રહેલી અતિશય ગરમીના કારણે આંબા પર આવેલા મોર કાળા પડી જતા ખેડૂતોમાં કેરીના પાક બચાવવાની ચિંતા સતાવી રહી છે. હવામાન વિભાગે વ્‍યક્‍ત કરેલી શકયતા અનુસાર, ગુરુવારથી અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩થી ૪ ડિગ્રી વધી ૩૭ ડિગ્રીએ પહોંચી શકે છે. બીજી બાજુ હવામાન નિષ્‍ણાત અંબાલાાલ પટેલે ફેબ્રુઆરીનાં અંતિમ સપ્તાહમાં ચાર દિવસ માવઠાની પણ આગાહી કરી છે. હવામાન નિષ્‍ણાત અંબાલાલ પટેલે પણ કહ્યું હતું કે, ૧૩મી ફેબ્રુઆરીએ એટલે આજે વાદળછાયું વાતાવરણ રહેશે. ૧૯ ફેબ્રુઆરીથી ગરમીનો પ્રકોપ જણાશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં તાપમાન ૩૮ ડિગ્રી થવાની સંભાવના છે. માર્ચમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી પર પહોંચી જશે. અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે રાજ્‍યમાં ધીમે ધીમે ગરમી વધવાની હવે શરૂઆત થઈ રહી છે અને ધીમે-ધીમે ગરમીનું પ્રમાણ વધશે.

error: Content is protected !!