Connect with us

Gujarat

હવે તો મર્યા જ સમજો ; અંબાલાલ પટેલની ટાંટીયા ઢીલા કરી દે તેવી આગાહી, આકાશી આકૃતની સાથે વાવાઝોડું ફૂંકાશે

Published

on

Now only the dead understand; Ambalal Patel's forecast to ease the tension, storms will blow along the sky chart.

બરફવાળા

મે મહિના બાદ જૂનમાં પણ કમોસમી વરસાદ અને વાવાઝોડાથી છૂટકારો મળવાનો નથી : વાતાવરણમાં વંટોળનું પ્રમાણ વધશે – હોળી ધૂળેટીથી શરૂ થયેલો કમોસમી વરસાદનો માર આખું વર્ષ ચાલશે

કમોસમી વરસાદ છેલ્લા બે મહિનાથી લોકો ત્રાહીમામ પોકારી ઊઠ્યા છે, ખેડૂતો હેરાન પરેશાન થઇ ગયા છે પણ કોણ જાણે કેમ કમોસમી વરસાદ અટકતો જ નથી. હોળી ધૂળેટીથી શરૂ થયેલો વરસાદ છેક એપ્રિલના અંત સુધી પડ્યો છે તો હજુ મે મહિનામાં પણ પડવાનો છે. જૂન મહિનામાં પણ કમોસમી વરસાદ પીછો છોડવાનો નથી ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક આકાશી આકૃત અને વાવાઝોડાની આગાહી કરી છે અને લોકોને સજાગ રહેવા કહ્યું છે . અંબાલાલ કાકાએ કહ્યું કે , કમોસમી વરસાદ પીછો છોડવાનો નથી અને આકાશી વીજળી – કડાકા ભડાકા સાથે આંધી વંટોળ અને ચક્રવાત આવી શકે છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહેલી છે . બંગાળના ઉપસાગરમાં મે મહિનાની બીજી તારીખથી સમુદ્રમાં હલચલ જોવા મળી શકે છે. ૧૦-૧૧ મેના દિવસોમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. જે ૧૮ મે સુધીમાં પ્રચંડ સ્વરૂપ ધારણ કરી શકે છે.

Now only the dead understand; Ambalal Patel's forecast to ease the tension, storms will blow along the sky chart.

સૂર્ય પ્રચંડ વાયુ વાહક નક્ષત્રમાં હોવાથી રાજ્યમાં ભારે વાવાઝોડું આવી શકે છે જેની અસર દક્ષિણ પૂર્વીય તટ ઉપર જોવા મળી શકે છે . આ ચક્રવાત બાંગ્લાદેશ સુધી જઈ શકે છે જ્યારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં ૨૫ મેથી આવતા અરબ સાગરમાં પણ ચક્રવાત આવી શકે છે. માત્ર એટલું જ નહી પણ મે મહિનાના અંત અને જૂન મહિનાની શરૂઆતમાં ચક્રવાત આવશે અને આગામી ૨૫ જૂનની શરૂઆતમાં વધુ એક ચક્રવાત આવવાની શક્યતા છે અને ૮ જૂન સુધીમાં અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહેલી છે. જેના કારણે ડાંગ , આહવા સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે. આ જ સમયમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. મે મહિનામાં ભારે આંધી વંટોળ તેમજ ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે. મે મહિનામાં ભારે આંધી વંટોળ અને વરસાદ રહી શકે છે. ૮ મી જૂનથી સાગરમાં પવનોની અદલાબદલી થવાની શક્યતા પણ છે તેથી તા ૨૦ મે પછી આંદામાન ટાપુ ઉપર ભારે વરસાદ પડી શકે છે

Advertisement
error: Content is protected !!