Connect with us

Sihor

પોલીસ કે પબ્લિકનું નહીં… છાતી પર લગાવેલા કેમેરાનું રાજ

Published

on

not-the-police-or-the-public-chest-mounted-cameras-rule

પવાર

  • દાદાગીરી નહીં ચાલે : સિહોર પોલીસ બોડીવોર્ન કેમેરાથી સજજ થઈ ; આધુનિક કેમેરા સાથે પોલીસનું વાહન ચેકીંગ

રાજ્યના મોટા શહેરોમાં ભારે ટ્રાફિકથી ધમધમતા રસ્તાઓ ઉપર નિયમોનો ભંગ કરનાર પબ્લિક કે પછી પૈસા માગનાર પોલીસ કર્મચારીઓની દાદાગીરી હવે નહીં ચાલે. હવેથી પોલીસની છાતી ઉપર લગાવવામાં આવેલા ઓનલાઈન કેમેરાનું રાજ રહેશે. સિહોર શહેર પોલીસ પણ આધુનિક છે.

not-the-police-or-the-public-chest-mounted-cameras-rule

સિહોર પોલીસ સ્ટાફ ફરજ વખતે બોડી કેમેરાથી સજ્જ થયો છે. આજે સિહોર પોલીસ દ્વારા આ આધુનિક કેમેરાના માધ્યમથી વડલાચોક પોલીસ સ્ટેશન પાસે વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું સરકારે પ્રજાની સુખાકારી માટે નવતર અભિગમ અપનાવ્યો હોય તેમ પોલીસ સ્ટાફ ફરજ વખતે બોડી કેમેરાથી સજ્જ થઈ છે. આ આધિનિક કેમરા ની ખાસિયત એ છે કે પોલીસ દ્વારા જે ચેકીંગ કરવામાં આવે છે તેને ડાયરેક ગાંધીનગર ખાતે લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકાય છે અને તેમનું રેકોડિંગ પણ જોઈ શકાશે જેથી પોલીસનો પ્રજા સાથેનો વ્યહવાર સુમેળ ભર્યો રહેશે કોઈ તહેવાર દરમિયાન રેલી કે કોઈ કાર્યક્રમ માં કોઈ તોફાની તત્વો જાહેર રસ્તા પર તોફાન કરતા હશે ત્યારે કેમેરારૂપી તિસરી આંખથી પોલીસ ઘટનાને નિહાળી શકશે અને પોલીસ સાથે વ્યહવાર પણ સુમેળ ભર્યો રાખશે.

not-the-police-or-the-public-chest-mounted-cameras-rule

ત્યારે હવે ઘણી વખત વાહન ચેકીંગ માં માથાકૂટ ના દ્રશ્યો સામે આવતા હોય છે અને તેમાં સાચું કોણ અને ખોટું કોણ તે સમજવામાં મુશ્કેલી બનતી હોય છે જ્યારે હવે આ આધુનિક કેમરા દ્વારા કરવામાં આવતા વાહન ચેકીંગ નું મોનીટરીંગ ડાયરરકકેટ ગાંધીનગર થઈ રહ્યું છે ત્યારે ઘણા ખરા ગુનાઓમાં પોલીસ ને મોટી સફળતા મળશે તે હકીકત છે

error: Content is protected !!