Sihor
કોઈ ચમરબંધીને છોડવામાં નહિ આવે ; 24 કલાક પોલીસ પ્રજાની પડધે છે – પીઆઇ ભરવાડ
હરીશ પવાર ; દેવરાજ બુધેલીયા
સિહોર શહેર પોલીસની નવતર અભિગમની પહેલ ; પીઆઇ ભરવાડ અને સ્ટાફનો લોકો સાથે સીધો સંવાદ, પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ સૌજન્યશીલ, સૌહાર્દ પુર્ણ બને અને પોલીસ પ્રજાના મિત્ર તરીકે પ્રજા સાથે પ્રજા માટે અને પોલીસ પ્રજાની પડખે છે તે ભાવના સાથે પોલીસ અધિકારીનો લોકો સાથે સીધો સંવાદ
સિહોર શહેરની કપોળવાડી ખાતે પોલીસ અધિકારી પીઆઇ ભરવાડની અધ્યક્ષ સ્થાને પોલીસના લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અને તંત્રને લગતા પ્રશ્નો બાબતે પ્રશ્નોત્તરી કરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને પોલીસ અધિકારીએ ઉપસ્થિત લોકોને ખુલ્લા મંચ અને ખુલ્લા મન સાથે કોઈપણનો ડર રાખ્યા વગર કે રાગદ્વેષ વગર લોકપ્રશ્ન કરવા જણાવ્યું હતું, તેમજ ટ્રાફિક સમસ્યા વેપારીઓ ના ભંડોળથી સિહોર શહેર માં સીસીટીવી કેમેરા, બેફામ વાહનો ચલાવતા દારૂ પીધેલા સામે કાર્યવાહી કરવા, વેપારીઓ દ્વારા પોતાના માલસમાન દુકાનની બહાર રાખતા સામે કાર્યવાહી કરવાની રજુઆતો થઈ હતી
સામે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કોઈ ચમરબંધી ને છોડવામાં નહિ અને કોઈપણ પ્રશ્ન હોય રૂબરૂ મને મળી શકો છો, તેમજ આગામી દિવસોમાં દરેક વિસ્તારોમાં સામે લોક પ્રશ્નો સાંભળવામાં આવશે શહેરમાં શાંતિમય વાતાવરણ રહે કઈ પણ પ્રશ્નો હોઈ તો નિર્ભય રીતે મને મળી શકો છો તેવું પીઆઇ ભરવાડે જણાવ્યું હતું, પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ સૌજન્યશીલ, સૌહાર્દ પુર્ણ બને અને પોલીસ પ્રજાના મિત્ર તરીકે પ્રજા સાથે પ્રજા માટે પોલીસ પ્રજાની પડખે છે તે ભાવના જન માનસમાં જાગે તે અભિગમ સાથે સિહોર પોલીસે લોક દરબાર યોજી રહી છે અહીં લોક દરબારમાં રાજકીય તથા સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામમ ઉપસ્થિત રહ્યા હતા