Bhavnagar
ભાવનગરમાં નવનિયુક્ત SPનો સપાટો : એક જ રાતમાં ૪ કલાકમાં ૨૮ આરોપીઓને ઝડપી પાડ્યા

- તમામ માહિતીનો અભ્યાસ કરી પકડ વોરંટની ડ્રાઇવનું આયોજન
ભાવનગર જિલ્લાના નવનિયુકત પોલીસ વડા ડો. શ્રી હર્ષદ પટેલ ભાવનગર જિલ્લામાં હાજર થતાંની સાથે જ જિલ્લાના તમામ થાણા અધિકારીઓ પાસેથી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ કલમઃ-૧૩૮, નોન બેલેબલ વોરંટ તથા ભરણ પોષણ હેઠળના ભાવનગર જિલ્લાના તથા અન્ય જિલ્લાઓના પેન્ડિંગ વોરંટ અંગેની માહિતી મેળવવામાં આવેલ.
આ તમામ માહિતીનો અભ્યાસ કરી પકડ વોરંટની ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ. આ ડ્રાઇવ દરમિયાન ૪ કલાકમાં ભાવનગર જિલ્લાના અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ દ્રારા નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ કલમઃ-૧૩૮ ( ચેક રીટર્ન ) હેઠળના કુલ-૨૨, નોન બેલેબલ વોરંટ વાળા કુલ-૦૫ તથા ભરણ પોષણના કેસમાં-૧ સહિત કુલ-૨૮ આરોપીઓની પોલીસ સ્ટેશન તરફથી અટકાયત કરી પરિણામલક્ષી કામગીરી કરવામાં આવેલ છે. જે તમામ આરોપીઓને નામ. કોર્ટમાં મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.