Bhavnagar
ભાવનગર શહેર અને જિલ્લા ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર કરાયું, શહેરમાં 21 અને જિલ્લામાં 20 નામની જાહેરાત

કુવાડિયા
ભાજપા ગુજરાત પ્રદેશ દ્વારા ભાવનગર શહેર અને જિલ્લાનું નવું સંગઠનનું માળખું આજે જાહેર થયું છે, જેમાં ભાવનગર શહેર અને જિલ્લામાં બંને સંગઠનોમાં ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રીઓના નામો જાહેર કરવામાં આવ્યા છે, એક મહિના બાદ બંને નવા સંગઠનોની જાહેરાત કરવામાં આવી હતી, આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનને રાખી ને તમામ જ્ઞાતિના લોકોને સાચવવામાં આવ્યા છે, જ્યારે ભાજપ સંગઠનોમાં અમુક લોકોને રીપીટ કરવામાં આવ્યા હતા, શહેર ભાજપ સંગઠનમાં 21 નામો જાહેર કરવામાં આવ્યા છેજેમાં ત્રણને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે જિલ્લા ભાજપ સંગઠનમાં 20 નામો જાહેર કરવામાં આવ્યા છે,જેમાંથી ચારને રિપીટ કરવામાં આવ્યા છે.
ભાવનગર શહેર ભાજપ પ્રમુખ દ્વારા નવા સંગઠનમાં માટે નવા ઉપપ્રમુખના નામો જાહેર કર્યા તેમાં 8 ઉપપ્રમુખો બનાવવામાં આવ્યા છે જેમાં 5 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જયારે મહામંત્રીમાં 3 નામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં 3 પુરુષોના નામ જાહેર કર્યા છે, જ્યારે મંત્રી માટે 8 નામો જાહેર થયા જેમાં 5 પુરુષો અને 3 મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે કોષાધ્યક્ષ અને એક કાર્યાલય મંત્રી નિમણૂક કરવામાં આવી છે. ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા નવા સંગઠનમાં માટે નવા ઉપપ્રમુખના નામો જાહેર કર્યા તેમાં 8 ઉપપ્રમુખો બનાવવામાં આવ્યા છે જેમાં 6 પુરુષ અને 2 મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જયારે મહામંત્રીમાં 3 નામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં 3 પુરુષોના નામ જાહેર કર્યા છે, જ્યારે મંત્રી માટે 8 નામો જાહેર થયા જેમાં 3 પુરુષો અને 5 મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે એક કોષાધ્યક્ષ નિમણૂક કરવામાં આવી છે.સવા મહિના બાદ ભાજપ સંગઠનની યાદી જાહેર કરવામાં આવી છે, આમ ભાવનગર શહેર અને જિલ્લામાં બંને નવા સંગઠનમાં તમામ જ્ઞાતિના લોકોને આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.