Sihor
સિહોર ખાતે કેપ્રી ગોલ્ડ લોનની નવી બ્રાન્ચ નું ઉદ્ઘાટન કરાયુ – પ.પૂ.જીણારામ બાપુના વરદ હસ્તે કરાયું ઉદ્ઘાટન

પવાર
સિહોર ખાતે કેપ્રી ગોલ્ડ લોનની નવી ભાવનગર જિલ્લા ની સિહોર ખાતે ૯ મી બ્રાન્ચનું ઉદઘાટન પ. પૂ. શ્રી જીણારામબાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સિહોર ખાતે આવેલા દેવ દર્શન કોમ્પલેક્ષ ખાતે ભાવનગર જિલ્લા ની સિહોર ખાતે ૯ મી ક્રેપી ગોલ્ડ લોન શાખાનું ઉદ્ઘાટન પ.પૂ મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી જીણારામ બાપુ ના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આ સાથે ભારત માં ૭૫૧ ગુજરાત માં ૧૧૬ સૌરાષ્ટ્ર કચ્છ ની ૫૬ તેમજ ભાવનગર જિલ્લા ના સિહોર ખાતે ૯ મી ક્રેપી ગોલ્ડ લાઈન શાખાનું ઉદ્ઘાટનના આ પ્રસંગે મુખ્યમહેમાન તરીકે સિહોરના પી.આઈ. ભરવાડ, નરેન્દ્ર સાંગા, અલ્પેશભાઈ શાહ, ડૉ. આર.જી. યાદવ, સમીરભાઈ બેલીમ, તથા રોયલ ક્રિકેટ ક્લબ સિહોર ના મેમ્બર ખાસ ઉપસ્થિત રહ્યા હતા, બ્રાન્ચ મેનેજર ચિરાગભાઈ ભટ્ટ દ્વારા મહેમાનોનું મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.