Travel
કારથી આ દેશોની ટ્રિપ કરી શકે છે ભારતીયો, બચી જશે ફ્લાઇટનો ખર્ચ
તમને કદાચ આ જાણીને નવાઈ લાગશે, પરંતુ સત્ય આ છે કે એવા ઘણા વિદેશી દેશો છે, જ્યાં તમે રોડ દ્વારા ટ્રાવેલ કરીને જઈ શકો છો. આમ પણ રોડ ટ્રીપની વાત જ કંઈક અલગ હોય છે. જો તમે એડવેન્ચરસ છો અને રોડ ટ્રિપ તમને ખૂબ જ પસંદ છે અને તમે વિદેશ પણ જવા માંગો છો, તો આ આર્ટિકલ તમારા માટે જ છે. અહીં અમે એવા કેટલાક વિદેશી દેશો વિશે જણાવી રહ્યા છીએ, જ્યાં તમે રોડ દ્વારા ટ્રાવેલ કરીને પહોંચી શકો છો.
બાંગ્લાદેશ
ભારતથી બાંગ્લાદેશ જવું ખૂબ જ સરળ છે. બાંગ્લાદેશ તમે સરળતાથી તમારા પરિવારની સાથે જઈ શકો છો. કાર દ્વારા અહીં જવું ખૂબ જ વધુ સરળ છે. બાંગ્લાદેશ જવા માટે સૌથી બેસ્ટ રસ્તો ઢાકા-ચિટાગોંગ હાઇવે છે. જોકે, અહીંની બોર્ડર તમે ત્યારે જ ક્રોસ કરી શકશો જ્યારે તમારી પાસે પાસપોર્ટ હશે. આવી સ્થિતિમાં અહીં જતા પહેલા તમારે પાસપોર્ટ માટે અરજી કરવી પડશે.
સિંગાપુર
સિંગાપુર પણ તમે ઈચ્છો તો તમારી કાર લઈને જઈ શકો છો. દિલ્હીથી તેનું અંતર લગભગ 5926 કિલોમીટર છે. અહીં પહોંચવામાં તમારે લગભગ 91 કલાકનો સમય લાગી શકે છે. દિલ્હીથી ઉત્તર પ્રદેશ, બિહાર, આસામ, નાગાલેન્ડ, મણીપુર, થાઈલેન્ડ અને મલેશિયા થઈને સિંગાપુર પહોંચી શકાય છે.
નેપાળ
તમે દિલ્હીથી કાઠમંડુ સુધી જાવ. કાઠમંડુ સુધીનું કુલ અંતર લગભગ 1310 કિમી છે અને અહીં પહોંચવા માટે ઓછામાં ઓછા 20 કલાકનો સમય લાગે છે. જો તમે પણ કાર દ્વારા બીજા દેશમાં જવા માંગો છો, તો તમે નેપાળ જઈ શકો છો. દિલ્હીથી નેપાળ જવું ખૂબ જ સરળ છે. નેપાળ જવા માટે ભારતીયોને વિઝાની પણ જરૂર પડતી નથી. વિઝા વગર પણ તમે નેપાળ જઈ શકો છો.
ભૂટાન
ભારતીયો માટે ભૂટાન જવું સરળ છે. ભૂટાન જવા માટે ભારતીયોને વિઝાની જરુર પડતી નથી. તેથી તમે ઈચ્છો તો તમારી કારથી ભૂટાન જઈ શકો છો. જેવી રીતે દેશમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે ટોલ ટેક્સ આપવાની જરુર પડે છે, તેવી જ રીતે ભૂટાન પહોંચીને પારો અથવા ફુએન્તશોલિંગની ઇમિગ્રેશન ઓફિસમાં રોકાવવું પડશે. રોડ માર્ગ દ્વારા પશ્ચિમ બંગાળના સિલિગુડીથી ભૂટાનની બોર્ડર ફુએન્તશોલિંગ પહોંચવામાં 4 થી 5 કલાકનો સમય લાગે છે.