Connect with us

Bhavnagar

નવાગામની આર્વી લેબો.નું પાણીમાં કેમિકલવાળું પાણી ઠાલવવાનું પાપ

Published

on

Nawagam's Arvi Labo's sin of pouring chemical water into water

પવારNawagam's Arvi Labo's sin of pouring chemical water into water

નારી ચોકડીથી આગળ રેલવે ઓવરબ્રીજ પાસેથી કેમિકલની દુર્ગંઘ મારતો ટ્રક પોલીસે પકડયો, કલોલના ઓળા ગામેથી ટેન્કર બોલાવી રાતના અંધારામાં 20 હજાર લીટર કેમિકલ પ્રવાહી વરસાદના કુદરતી નાળામાં ઠાલવ્યું, હાઝર્ડસ અને ટોક્ષિક ઔદ્યોગિક ગંદુ પાણી ખોડિયાર ડેમના પાણીમાં ભળ્યું

ભાવનગર નજીકના નવાગામે આવેલી આર્વી લેબોરેટરીઝ (ઈન્ડિયા) લિ.ના જવાબદારોએ પાણીમાં કેમિકલવાળું પાણી ઠાલવવાનું પાપ કર્યું છે. રાતના અંધારામાં ૨૦ હજાર લીટર કેમિકલ પ્રવાહી વરસાદના કુદરતી નાળામાં ઠાલવી તો દેવાયું પણ પાપ છાપરે ચડીને પોકારે તેમ આર્વી લેબો.નું પર્યાવરણ અને માનવ જાતને મોટી હાની પહોંચાડવાનું કારસ્તાન પર ખાલી ટેન્કરે ઉઘાડું પાડી દીધું હતું. નારી ચોકડથી આગળ રેલવે ઓવરબ્રીજ પાસેથી પોલીસે ટેન્કરચાલકને ઝડપી લીધા બાદ આ કારસ્તાનમાં સંડોવાયેલા કંપનીના જવાબદારો અને અન્ય ચાર શખ્સ સામે જીપીસીબીના પ્રાદેશિક અધિકારીએ સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર નારી ચોકડીથી આગળ રેલવે ઓવરબ્રીજ પાસે ગઈકાલે સાંજના ૭-૧૫ કલાકના અરસામાં એક ટ્રક ટેન્કર નં.જીજે.૦૫.એટી.૫૪૪૪ ઉભો હતો. ત્યારે પેટ્રોલીંગમાં રહેલા વરતેજ પોલીસના સ્ટાફે દોડી જઈ તપાસ કરતા ટ્રકમાં શંકાસ્પદ કેમિકલની દુર્ગંઘ આવતી હતી. જેથી પોલીસે ટેન્કરના ચાલક જોધા ઉર્ફે સાગર ચમનાજી પટેલ/ચૌધરી (ઉ.વ.૩૮, રહે, ઓળાગામ, તા. કલોલ, જિ.ગાંધીનગર) નામના શખ્સને ટ્રેક ટેન્કર સાથે પોલીસ મથકે લાવી આ અંગે ગુજરાત નિયંત્રણ બોર્ડની કચેરી-ભાવનગરને જાણ કરવામાં આવી હતી. જેથી જીપીસીબીના અધિકારીઓે પોલીસ મથકે જઈ તપાસ કરતા ટ્રકમાં વેસ્ટ કેમિકલ જેવું ગંદુ પ્રવાહી મળી આવતા જરૂરી નમૂના લઈ તપાસ કરતા પ્રાથમિક રીતે હેઝાર્ડસ અને ટોક્ષિક ઔદ્યોગિક ગંદુ પાણી પ્રવાહી હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે ટ્રકચાલક શખ્સ જોધા ઉર્ફે સાગર પટેલની પૂછતાછ કરતા જણાવ્યું હતું કે, ટ્રક ટેન્કર લઈને તેને શ્રવણ ઉર્ફે સાવન રબારી (રહે, રેલવે સ્ટેશન પાછળ ઓળાગામ, તા.કલોલ, જિ.ગાંધીનગર)એ મોકલ્યો હતો અને અમદાવાદના બાપુ નામના શખ્સ જેનો મોબાઈલ નં.૬૩૫૪૦૬૬૮૭૧ સાથે વાત કરાવતા તેણે ભાવનગરના નવાગામ ખાતે આવેલી આર્વી લેબોરેટરીઝ (ઈન્ડિયા) લિ.માં આવવાનું કહીં અમદાવાદમાં રૂા.૧૫૦૦ રોકડા આપતા શખ્સ ટેન્કર લઈને નવાગામ આવ્યો હતો. અહીં ૨૦,૦૦૦ લીટર જેટલું કેમિકલ પ્રવાહી ભર્યા બાદ ભાવનગરથી યોગીરાજસિંહ બળવંતસિંહ સોલંકી (મો.નં.૮૪૯૦૯૧૯૯૯૯) નામના શખ્સે કંપનીથી થોડે આગળ લઈ જઈ ટ્રકની લાઈટ બંધ કરાવી તેની પાછળ પાછળ રાજપરા ખોડિયાર મંદિરથી જૂના જાળિયા ગામ જવાના રસ્તા નીચેથી પસાર થતા વરસાદના કુદરતી નાળામાં (સાર્વજનિક વહેતા ઝરા) કે જે આગળ ખોડિયાર ડેમમાં મળે છે તેમાં પ્રવાહીનો નિકાલ કરાવ્યા બાદ પોતે ટ્રક ટેન્કર લઈ અમદાવાદ જતો હતો. શખ્સની કબૂલાતના આધારે તેને સાથે રાખી જીપીસીબીની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કેમિકલ પ્રવાહીને જે જગ્યાએ ઠાલવવામાં આવ્યું ત્યાં તપાસ કરતા પીળા કલરનું પ્રવાહી પાણીમાં વહેતું જોવા મળ્યું હતું.
આમ, ઔદ્યોગિક ગંદા પાણીના નિકાલના નિયમને નેવે મુકી આર્વી કંપની દ્વારા ઝેરી પદાર્થ અંગે બેદરકારીભર્યું કૃત્ય કરી જાહેર ઝરા અને જળાશયનું પાણી દૂષિત કરી માણસોની જિંદગી અને શારીરિક સલામતી જોખમમાં મુકવાનું માફ ન કરી શકાય તેવું પાપ કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!