Sihor
સિહોરના દેવગાણા સુરાપુરાદાદા ધામે આજથી બે દિવસ નવચંડી યજ્ઞ ; આવતીકાલે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન

સંદીપ રાઠોડ
સિહોર તાલુકાના દેવગાણા ગામે સુરાપુરાદાદા નાં ડાયરા ખાતે આજથી બે દિવસ વાસ્તુ પૂંજન અને નવચંડી યજ્ઞ નું આયોજન કરવામાં આવેલ છે. શ્રી સુરાપુરાદાદા ડાયરો પરિવાર દેવગાણા દ્વારા આયોજિત જરૂરીયાતમંદ દર્દીઓને બ્લડ મળી રહે તે માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પ આવતીકાલે તા ૩ને બુધવારનાં રોઝ દેવગાણા ખાતે રાખવામાં આવેલ છે. ત્યારે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા શ્રી સુરાપુરાદાદા ડાયરો પરિવાર દેવગાણા જાહેર જનતા ને બ્લડ ડોનેશન કરવા અનુરોધ કરે છે.
સિહોર ગામના સીમાડે ડુંગરોની વચ્ચે વસેલું પંખીના માળા જેવું નાનકડું દેવગાણા ગામ છે. આ દેવગાણા ગામના પાદરમાં સુરાપુરાદાદાની એક નહિ પણ ગણતી વખતે શ્વાસને પણ બેવાર પોરો આપવો પડે એટલી સંખ્યામાં રાઠોડ અને ચૌહાણ પરિવારના સુરાપુરાદાદાની ખાંભીઓનો આખો ડાયરો બેઠો છે.
એક લાંબા અરસાથી ઉપર ખુલ્લા આભની છત અને નીચે અમાપ ધરતીનું આસન જમાવીની આખો ડાયરો બિરાજમાન હતો, ત્યારે જેના પર સમગ્ર શ્રી કારડીયા રાજપૂત સમાજ ગૌરવ લઈ શકે એવી આ ગૌરવવંતી શોર્યભૂમીને નુતન અવતારમાં પ્રસ્થાપિત કરવાની દાદાની રજા અને અંજળ સાથેનો સુંદર વિચાર ચૌહાણ અને રાઠોડ પરિવારના દીર્ઘદ્રષ્ટા મોભીઓને આવ્યો, અને પછી શું વડીલોના સતત મળતા કુનેહભર્યા માર્ગદર્શન અને કંઇક કરી છૂટવાની હામભર્યા નવયુવાનોએ આપ મેળે કામ ઉપાડી લીધું અને લોહીનો પરસેવો કરીને એ પરસેવાને દિવસ રાત જોયા વિના પાણીની જેમ સિંચીને સમગ્ર પરિસરની કાયાકલ્પ કરી દાદાના લાડકવાયા કર્મવિરોએ માત્ર છ મહિના જેટલા ટૂંકા ગાળામાં શ્રી સુરાપુરાદાદાના ડાયરાને એક નૂતન હવેલીમાં બિરાજમાન કર્યા અને તારીખ ૩-૫-૨૦૨૩ ના રોજ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે સમગ્ર પરિસરમાં રહેલી દાદાની બધી ખાંભીઓને સિંદૂરની આભા સાથે દૈદિપ્યમાન કરવાના છે.