Sihor
સિહોર તાલુકાના આંબલા ખાતે શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા દ્વારા વળાવડ ગામે રાષ્ટ્રીય સેવા યોજના શિબિર પ્રારંભ
પવાર
- અગ્રણી મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું
શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા દ્વારા વળાવડ ગામે રાષ્ટ્રીય સેવા યોજના શિબિર પ્રારંભ થયો છે. અહી અગ્રણી મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. સંસ્થાના મોભી રહેલા શ્રી લાલજીભાઈ નાકરાણી આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને રહ્યા હતા અને શિક્ષણ સાથે ગામડા માટે સૌએ જાગૃત રહેવા અનુરોધ કર્યો હતો. તેઓએ શિબિરના વિષય માર્ગ સલામતી અંગે સમજ કેળવવા વિદ્યાર્થીઓને જણાવ્યું. સિહોર પાસેના વળાવડ ગામે શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળાના રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા ‘માર્ગ સલામતી’ વિષય સાથે શિબિર પ્રારંભ થયો છે
જે પ્રસંગે અગ્રણી શ્રી સૂરાભાઈ કરમટિયા, લોકશાળાના આચાર્ય શ્રી વાઘજીભાઈ કરમટિયા, કન્યા વિદ્યાલયના આચાર્ય શ્રી અમિનભાઈ ચૌહાણ તથા પ્રાથમિક શાળા આચાર્ય શ્રી પદમાબેન મારવાડી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન થયેલ. અહી ઉપસ્થિત અગ્રણી મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. લોકશાળાના શ્રી ગૌરાંગભાઈ વોરાએ સ્વાગત સાથે શિબિરના હેતુ ભૂમિકા અંગે વાત કરેલ. આ પ્રસંગે દાતા અગ્રણીઓ શ્રી વિનુભાઈ મહેતા તથા શ્રી બાબાભાઈ મહેતાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. પ્રાથમિક શાળા અને ગામના આગેવાનોના સહકાર સાથેની આ શિબિર પ્રારંભ કાર્યક્રમનું સંચાલન કુમારી ભૂમિ વાઘેલાએ સાંભળ્યું હતું. આભાર વિધિ શ્રી રવિ ડાંગરે કરી હતી.