Connect with us

Gujarat

નારી વંદન ઉત્સવ એટલે દીકરીઓ સમાજમાં સન્માનપૂર્વક જીવી શકે અને આત્મનિર્ભર બની શકે તેવો સરકારનો હેતુ – વૈશાલી સરવૈયા

Published

on

nari-vandan-utsav-is-the-governments-aim-so-that-girls-can-live-with-dignity-in-the-society-and-become-self-reliant-vaishali-sarvaiya

પવાર

  • નારી વંદન ઉત્સવ અંતર્ગત પાલીતાણા તાલુકાની ઉત્તર બુનિયાદી વિદ્યાલય કસ્તુરબા શાળા ખાતે નેતૃત્વ દિવસ ઉજવાયો, 181 ટીમે માર્ગદર્શન આપ્યું

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં સગૌરવ આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો, જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય સહિતના ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુથી 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ દરમ્યાન “નારી વંદન સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવે છે. “નારી વંદન ઉત્સવ” અંતર્ગત આજરોજ પાલીતાણા ઉત્તર બુનિયાદી વિદ્યાલય કસ્તુરબા શાળા ખાતે નેતૃત્વ દિવસ ઉજવાયો હતો જેમાં 181 હેલ્પલાઇન ટીમે માર્ગદર્શન આપ્યું હતું.

nari-vandan-utsav-is-the-governments-aim-so-that-girls-can-live-with-dignity-in-the-society-and-become-self-reliant-vaishali-sarvaiya

181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમના કાઉન્સિલર વૈશાલી સરવૈયા તેમજ કોન્સ્ટેબલ કોલમબેન ગોહિલ દ્વારા શાળા ની 9 થી 12 ધોરણની વિધાર્થીની બહેનોને 181 મહિલા હેલ્પલાઇન વિશે સમજવામાં આવેલ ગૂડ ટચ બેડ ટચ વિશે વિડિઓ ક્લિપ દ્વારા સમજવામાં આવેલ મહિલા ને તેમની સાથે થતી જાતીય સાતમની, છેડતી , સાયબર ક્રાઇમ નાં ગુના વેશે સમજાવી માર્ગદર્શન આપેલ હતું, વિધાર્થીઓને માર્ગદર્શન દરમિયાન અહીં ખાસ વૈશાલી સરવૈયાએ મહિલાઓના માર્ગદર્શન વિષે કહ્યું હતું કે મહિલાઓ આગળ વધે અને પગભર બને તે માટે સરકાર અનેકવિધ યોજનાઓ થકી રોજગાર મેળવી મહિલાઓ સન્માનપૂર્વક જીવન જીવી રહી છે.

nari-vandan-utsav-is-the-governments-aim-so-that-girls-can-live-with-dignity-in-the-society-and-become-self-reliant-vaishali-sarvaiya

ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ છે. આજના સમયમાં શિક્ષકનું જ્ઞાન આપવું ખૂબ જરૂરી છે. ત્યારે દરેક દીકરીઓને શિક્ષણ આપવું જોઈએ જેના થકી દીકરીઓ સમાજમાં સન્માનપૂર્વક જીવી શકે અને આત્મનિર્ભર બની શકે. જિલ્લાની દીકરીઓ શૈક્ષણિક, સામાજિક અને આર્થિક રીતે સશક્ત બને અને પોતાના અધિકારો વિશે જાગૃત થાય.

error: Content is protected !!