Sihor
સિહોરના વોર્ડ નંબર ૭માં પાણી પ્રશ્ને રજુઆત કરતા નગરસેવક દિવ્યાબેન મહેતા
પવાર
કિશન મહેતા ચિફઓફિસરને રૂબરૂ મળ્યા, સમગ્ર શહેરમાં જે પાણીની મુશ્કેલીઓ સર્જાઈ છે તેને વહેલી તકે દૂર કરવા કરી માંગ, વોર્ડ 7ના વિવિધ પ્રશ્નો માટે પણ કરી રજુઆત
સિહોરમાં છેલ્લા ઘણા દિવસોથી પીવાના પાણી ને લઈને હોળીઓ ઠેરઠેર હજુ પણ સળગી રહી છે જેને લઈને અનેક રજૂઆતો લોકો આગેવાનો અને વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવી છે. જેમાં આજે સિહોરના વોર્ડ નંબર સાતના નગરસેવક અને પૂર્વ પ્રથમ મહિલા પ્રમુખ દિવ્યાબેન મહેતા દ્વારા તંત્રને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી. જેમાં તારીખ ૧/૩/૨૩ ના રોજ જે વોડ નંબર સાત કે જયા એક ખાસ પાણીની યોજના બનાવેલ છે.જેના દ્રારા મહીપરીએજ ના પાણી વગર પણ વોર્ડ નંબર ૭ માં નિયમિત બે દિવસે પાણી વિતરણ થાય છે.આ યોજના માં થોડા વધારે જોડાણ થાય અને બે ત્રણ જગ્યાએ વાલ્વ મુકવામાં આવે તો વધારે લોકોને પાણી વિતરણ થાય તેમ છે.આ યોજના થી દવેશેરી,પંડીયા શેરી,ખારાકુવા વિસ્તારોને લાભ મળે તેમ છે. આ અંગે પાણી વિભાગના દેહુરભાઈ ને તમે સુચના આવી તે પ્રમાણે તેણે જાત તપાસ કરી છે.
આ અંગે ઝડપથી કાર્યવાહી થાય તો વોર્ડ નંબર સાતનો પાણી પ્રશ્ન હલ થઇ શકે તેમ છે.આ સાથે વોર્ડ નંબર સાતમાં જે દવેશેરી માં પાંચ હજાર લીટર નો પાણી નો ટાંકો મુકવામાં આવ્યો છે તેમા ખારાકુવા થી સબમરસીબલ પંપ થી પાણી સપ્લાય કરવામાં આવે છે જેના કારણે પંપ ઉપર પ્રેશર આવે છે. આને લાઈન ટુટી જાય છે.આ પાણી જો દવેશેરીમા આવેલ પાણીના ટાંકામાં પાણી ભરીને આપવામાં આવેતો દરેક ધરે પાણી સપ્લાય માં ફાયદો થાય તેમ છે આ માટે બે જગ્યાએ વાલ્વ મુકવામાં આવે તો આ પ્રશ્ન હલ થાય તેમ છે. આથી ઉપરોક્ત પ્રશ્નોતરી અમારી રજુઆત છેકે અંગે ત્વરીત ઉકેલ કરશો તેવી આશા છે સમગ્ર મામલે કોંગ્રેસ અગ્રણી કિશન મહેતા ચીફઓફિસરને રૂબરૂ મળીને રજુઆત કરી હતી