Sihor
સિહોરની એકતા સોસાયટી કરકોલીયા રોડ પરથી ચોરાવ બાઇક સાથે મુકેશ પરમાર ઝડપાયો

પવાર
મુકેશ મૂળ સિહોરનો રહેવાસી છે, પોલીસને બાતમી મળી ને મુકેશે સિહોરના સુરકાના દરવાજા વિસ્તારમાંથી બાઇક ચોરી છે, નંબર વગરનું બાઇક લઈ મુકેશ એકતા સોસાયટી પાસેથી ઉભો છે
સિહોર પોલીસ પીઆઇ ભરવાડ અને સમગ્ર સ્ટાફ શહેર અને તાલુકાના વિસ્તારોમા સતત પેટ્રોલીંગમાં રહેતા હોય છે ત્યારે પીઆઈની સૂચનાથી સ્ટાફ શહેરના વિસ્તારોમાં પેટ્રોલીંગમાં હતો દરમ્યાન મળેલી ચોક્કસ બાતમી આધારે સિહોરના એકતા સોસાયટી કરકોલીયા રોડ પરથી એક ચોરાવ બાઈક સાથે ઈસમને ઝડપી લઈને સિહોરના સુરકાના દરવાજા વિસ્તારમાં થયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે. સમગ્ર બનાવ અંગે સિહોર પોલીસમાંથી જાણવા મળતી વિગતો અનુસાર સિહોર પોલીસ સ્ટાફ શહેરના વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સિહોરના એકતા સોસાયટી કરકોલીયા રોડ પર રહેતો મુકેશ ઉર્ફે મુન્નાભાઇ ટીચુરભાઈ પરમારએ શંકાસ્પદ બાઇક હેરફેર કરે છે પોલીસે બાતમીના આધારે સ્થળ તપાસ કરી મુકેશ પાસે બાઈકના કાગળો-આરસી બુક તપાસ માંગતા નહીં હોવાનું જણાવ્યું હતું,
આ દરમ્યાન અટક કરેલ મુન્નાભાઇ ટીચુરભાઈ પરમાર ઉ.મ ૨૦ રહે સિહોર વાળાને પોલીસ મથકે લાવી સઘન પુછપરછ સાથે ઇ-ગુજકોપની મદદથી મોટર સાયકલ ચોરી કર્યાનું ખુલ્યું હતું તપાસ દરમિયાન મુકેશે વીસેક દિવસ પહેલા સુરકાના દરવાજા પાસેથી બાઇક ચોરી કર્યાનું ખુલ્યું હતું આથી સિહોર શહેરમાં થયેલ વાહન ચોરીનો કેસ ડિટેક્ટ કરી આરોપીની મુદ્દામાલ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કામગીરીમાં એચ.વી.ગોસ્વામી, ગૌતમભાઇ દવે, કિરીટભાઇ સૌરઠીયા, દામાભાઇ ગોયલ, અજયસિંહ ગોહિલ, સિધ્ધરાજસિંહ સોલંકી, ઘનશ્યામભાઇ ઠુમ્બલ, મુકેશભાઇ સાંબડ વિગેરે જોડાયા હતા.