Sihor
તાજીયા માતમમાં : રાત્રે સર્વત્ર જાહેર માર્ગો ઉપર ફરીયા : આજે આશૂરાહ
પવાર
દરરોજ રાત્રે ચાલતી હુસૈની મજાલિસોઃ લતે લતે સબિલો ઉપર વિના ભેદભાવે જાહેરમાં શહીદોની યાદમાં ખાદ્ય સામગ્રીનું વિતરણ : સવારે વિશેષ નમાઝઃ અનેક લોકો રોઝા રાખશેઃ કાલે ૧૦મી મહોર્રમના મુસ્લિમો બંધ પાળશેઃ ગામે ગામ શોકમય માહોલ
કરબલાના શહીદોની સ્મૃતિમાં બનેલા કલાત્મક તાજીયાઓ સિહોર સહિત જિલ્લામાં ગામે ગામ આજે સાંજે પોતપોતાના ઇમામ ખાનામાંથી સંપૂર્ણપણે તૈયાર થઇને બહાર આવી ગયા બાદ રાત્રે જાહેરમાં ફરશે. આ તાજીયા પોતપોતાના નિયત રૂટ ઉપર ફરી સવારે ફરી એ જ સ્થળે માતમમાં આવી જશે. અને શનિવારે બપોરે ફરી ત્યાંથી નિકળી રૂટ ઉપર ફરી રાત્રીના ૯ વાગ્યા સુધીમાં ફરી ઇમામ ખાનામાં પરત થઇ જશે. જયારે ઇસ્લામી મહિના મહોર્રમ માસમાં પણ ઘણી ઘટનાઓ અંકીત થઇ છે અને આ મહિનાનું અનેરૂ મહત્વ છે. જેમાં પણ ખાસ કરીને ઇરાક દેશના કરબલા શહેરની ધગધગતી ધરા ઉપર ૧૩૮૪ વર્ષ પહેલા બનેલી કરૂણ ઘટના પણ બલિદાનની ભાવના પ્રકટ કરતી હોય ઇસ્લામી વર્ષની શરૂઆત અને તેનો અંત હંમેશા બલિદાનની ભાવના ઉપર નિર્ભર રહ્યા છે.
આશુરાહના દિવસે અનેક ઘટનાઓ અંકીત થઇ છે. પરંતુ ખાસ કરીને આ મહિનામાં ઇસ્લામ ધર્મના મહાન અને અંતિમ પૈગમ્બર હઝરત મુહમ્મદ સાહેબના દોહીત્ર હઝરત ઇમામ હુસૈનએ પોતાના ૭ર સાથીદારો પરિવારજનો સાથે ઇસ્લામ ધર્મની કાજે આપેલી ભવ્ય આહુતીને યાદ કરવામાં આવે છે. જેનો મુખ્ય દિવસ જ ‘આશુરાહ’ નો દિવસ છે. આશુરાહ પર્વ મનાવવાની સાથે સાથે મહોર્રમ માસમાં કરબલામાં સત્યની કાજે શહીદી પામી ઇતિહાસમાં અમર થઇ ગયેલા ૭ર શહિદોની સ્મૃતિમાં તાજીયા બનાવવામાં આવે છે. આ તાજીયાને જાહેર દર્શનાર્થે ખુલ્લા મુકવામાં આવે છે અને હિન્દુ – મુસ્લિમ ભાઇ-બહેનો તેમાં જોડાય છે એ ઉપરાંત મહોર્રમ માસના પ્રથમ ૧૦ દિવસ કરબલાની ભવ્ય ગાથાને વર્ણવતી હુસેની મજાલિસો ઠેરઠેર પાણી સરબતની સબિલો અને જાહેર પ્રસાદ નિયાઝના ભરપુર કાર્યક્રમો ઉપરાંત રોશની યોજાય છે.