Bhavnagar
ભાવનગરમાં માતા પિતા અને પુત્રએ કર્યું વિષપાન ; માતાંનું મોત

પવાર
ભાવનગર શહેરના રીંગરોડ પર આવેલ શ્યામલ ફેલેટ પાસે રહેતા માતા પિતા અને પુત્ર એ ઝેરી દવા ગટગટાવી લેતા ગંભીર હાલે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યા માતાનું સારવાર દરમિયાન મોત લીધું હતું આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકમાં ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના રીંગ રોડ ખાતે આવેલા શ્યામલ ફ્લેટ પાસે રહેતા જતીનભાઈ કિશોરભાઈ પટેલ પત્ની બીનાબેન જતીનભાઈ પટેલ અને પુત્ર વિશાલ જતીનભાઈ પટેલએ ગત તા ૯ – ૧ – ૨૨ નાં રોજ કોઈ કારણસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
પતિ પત્ની અને પુત્રને ગંભીર હાલતી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સ્થિતિ વઘુ ગંભીર બનતા ત્રણેયને વઘુ સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં બીનાબેન જતીનભાઈ પટેલનું મોત થયું હતું આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકમાં ગુન્હો નોંધાતા વઘુ તપાસ હાથ ઘરી હતી. પરિવારે વિષપાન કેમ કર્યું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.