Bhavnagar
ભાવનગર શહેર અને જીલ્લા માટે સૌથી મહત્વના સમાચાર ; જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ૨૦% પાણી છતાં નહિ સર્જાય પાણીની સમસ્યા.
બરફવાળા
આકરા ઉનાળા વચ્ચે પણ નહિ સર્જાય પાણીની પારાયણ, આગામી જુલાઈ માસના અંત સુધી સુધી આપી શકાય તેટલો પાણીનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે.
ભાવનગર જીલ્લાના મુખ્ય જળાશયો ગત ચોમાસામાં પડેલા સારા વરસાદને લઇ છલકાઈ ગયા હતા. પરંતુ જયારે હવે આગામી જુન-જુલાઈ માસમાં ફરી ચોમાસા ઋતુનું આગમન થશે ત્યારે આ પૂર્વે હજુ ભાવનગર જીલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ૨૦% પાણી ભરેલું છે જે આગામી જુલાઈ માસના અંત સુધી પીવાના પાણી માટે પર્યાપ્ત છે. જયારે રંઘોળા-કાળુભાર અને ખારો ડેમ હજુ ૩૦% ભરેલા હોય ત્યારે આવતા ચોમાસા ઋતુના આગમન સુધી પીવાના પાણીની કોઈ સમસ્યા નહિ સર્જાય. આમ છતાં પણ જો વરસાદ ખેંચાય તો પણ સૌની યોજના હેઠળ આ ડેમોમાં પાણી ઠાલવી પાણીની તમામ સંભવિત મુશ્કેલી સામે તંત્ર સજ્જ છે તેમ સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. આગામી ચોમાસા એટલે કે જુલાઈના અંત સુધી ભાવનગર શહેર-પાલીતાણા અને ગારીયાધાર જૂથ યોજના હેઠળના ગામોને પીવાના પાણીની પુરતી કરવા પર્યાપ્ત છે.
ગત ચોમાસામાં શેત્રુંજી ડેમ ઓવરફલો થયા બાદ ઘણા દિવસો સુધી સતત ઓવરફલો થયો હતો.જયારે અન્ય ડેમો કે જેમાં રજાવળ,ખારો,લાખણકા,રોજકી સહિતના ડેમો ચોમાસામાં ઓછા વત્તા પ્રમાણમાં ભરાયા હતા અને જેનો ઉપયોગ માત્ર સિંચાઈના પાણી માટે થતો હોય અને આ જળાશયો માંથી સિંચાઈ માટે પાણીનો જથ્થો આપી દેવામાં આવ્યો હોય જેથી હાલ આ જળાશયોમાં માત્ર ૦ થી ૨૦% જેટલું જ પાણી બચ્યું છે. પરંતુ રાજ્ય સરકાર પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવા સૌની યોજના હેઠળ જે કામગીરી કરી છે જેથી જો આગામી ચોમાસમાં વરસાદ ખેંચાય તો પણ પીવાના પાણીની સમસ્યા નહિ સર્જાય કારણ કે જરૂર પડે સૌની યોજના હેઠળ ડેમોમાં પાણી ઠાલવી જરૂરી પાણીની પૂર્તતા કરવામાં આવશે તેમ સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.