Gujarat
નાની બાળાઓના મોળાકત વ્રતનો આજથી પ્રારંભ : સોમવારે જાગરણ
દેવરાજ
- આજથી ગૌરી વ્રતની શરૂઆત : બાળાઓ આજથી પાંચ દિવસ સંયમ-નિયમ સાથે ઉપવાસ કરી ગૌરી માતાની પૂજા-અર્ચના કરશે
તહેવારોની હારમાળા લઇ આવનારૂ વ્રત એટલે મોળાકત! આ વ્રતમાં નાની બાળાઓ જવેરા વાવી તેનું પૂજન કરી પાંચ દિવસ મીઠા (નમક) વગરનું ભોજન અને ફરાળ ગ્રહણ કરી છેલ્લા દિવસે રાત્રીના ૧૨ વાગ્યા સુધીનું જાગરણ કરીને વ્રતને વિરામ આપવામાં આવે છે. આ વ્રતની શરૂઆત થયા પછી જયાપાર્વતી, એવરત જીવરત, ફુલકાજળી સહીતના વ્રતોની હારમાળા શરૂ થાય છે. આખો શ્રાવણ માસ બહેનોને વ્રત તહેવારોની ભરમાર રહે છે. આજે અગીયારસના મોળાકતના વ્રતનો પ્રારંભ થયો છે. બાળાઓ નવા વષા પરિધાન કરી નજીકના મંદિરે જઇ ગોરમાનું પૂજન કરે છે. પુનમના તા. ૩ ના સોમવારે જાગરણ કરી વ્રત પૂર્ણ કરાશે. તસ્વીરમાં નવા વષાો પરિધાન કરી ગોરમાનું પૂજન કરવા એકત્ર થયેલ બાળાઓ નજરે પડે છે.
આજે દેવપોઢી એકાદશી સાથે કુંવારી દિકરીઓ આદર્શ પતિ તથા પરિજનોની સુખાકારી અર્થે આજથી પાંચ દિવસનાં ગૌરી વ્રત(મોળાકત)ના વ્રતનો પ્રારંભ થયો છે. આ પાંચ વર્ષ થી નાની બાળાઓ સંયમ-નિયમના ચુસ્ત આચરણ સાથે ઉપવાસી રહી ગૌરી માતાની પૂજા-અર્ચના કરી હતી. શહેરમાં આવેલ વિવિધ શિવ મંદિર ખાતે ગૌરી વ્રત(મોળાકત)ની પૂજા અર્ચના કરાઈ હતી, જેમાં આજથી પાંચ દિવસ સુધી તમામ બાળાઓ ઉપવાસ કરી તેના ભાવિ પતિની કામના અર્થે વ્રત બાળાઓ કરતી હોય છે.
દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આજથી નાની બાળાઓના ગૌરીવ્રત – મોળાકત નો પ્રારંભ થશે. આજથી પાંચ દિવસ સુધી બાળાઓ એક ટાઈમ સ્વાદ વિનાનું ભોજન કરશે દરરોજ સવારે જુવારા સાથે બ્રાહ્મણો ના ઘરે અને શિવાલયોમાં પહોંચી ગૌરીમાતા ની પૂજા કરી સુર્ભિક્ષની કામનાઓ સાથે કહ્યાંગ્રા કંથ (મન પસંદ વર)ની યાચનાઓ કરશે. હવે સમય સાથે વ્રત-તહેવારો માં પણ આધુનિકતા નરી આંખે જોવા મળી રહી છે થોડા વર્ષો પહેલાં બાળાઓ ઘરે જુવારા વાવી પાંચ દિવસ પૂજા-અર્ચના કરતી હતી પરંતુ આજકાલ તૈયાર જુવારાઓ મળે છે. પરંતુ ધાર્મિક તહેવારો-ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે અને ધાર્મિક આસ્થાળુઓ પણ આજથી સાડાચાર માસનાં વિશેષ વ્રત-તપ નો પ્રારંભ કરે છે સન્યાસી ઓ પણ એક જ સ્થળે વાસ કરી ભગવાનની વિશેષ ભક્તિ-ભાવ માં લીન રહે છે.