Gujarat
મોદી મારાથી ડરી ગયા તેથી સંસદ સભ્ય છીનવાયું : રાહુલનો આકરો પ્રહાર

પવાર
લોકસભા સભ્યપદ ગુમાવ્યાના 24 કલાકમાં રાહુલ વધુ આક્રમક – હું લડતો રહીશ: માફી નહી માંગુ – મારા આગળના ભાષણમાં અદાણી વિષે બોલવાનો હતો તેથી મને સભ્યપદથી ગેરલાયક ઠરાવાયો ; હું પ્રશ્નો પૂછતો રહીશ : જીંદગીભર સભ્યપદેથી ગેરલાયક ઠરાવાય, જેલમાં નખાય તો પણ પુછીશ- મોદી-અદાણીનો સંબંધ શું છે?
સુરત અદાલત દ્વારા મોદી-સરનેમ મુદે બે વર્ષની જેલ સજા બાદ લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠરાવાયા બાદ આજે પ્રથમ વખત પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ સીધો આરોપ મુકયો હતો કે મારા આગળના ભાષણથી ડરી જઈને અને લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠરાવવામાં આવ્યા છે પણ હું પ્રશ્નો પૂછતો રહીશ અને ફરી પૂછું છું કે મોદી-અદાણી વચ્ચે શું સંબંધ છે રાહુલે તેનું સભ્યપદ છીનવાઈ જતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પલટવાર કરી ભાજપ અને સરકાર સામે નવો મોરચો ખોલી નાંખ્યો છે. તેઓએ માફી માંગવાનો પણ ઈન્કાર કરતા કહ્યું કે હું ગાંધી છું સાવરકર નથી કે માફી માગું. મારા નવા ભાષણ પુર્વે જ તેઓ ડરી ગયા હતા જે અદાણી પર હું બોલવાનો હતો તેઓ ડરી ગયા હતા જે હું તેની આંખોમાં જોઈ શકયો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, હું સંસદસભ્ય રહું કે ન રહું જેનાથી મને કોઈ ફર્ક પડતો નથી.
હું સવાલ પૂછવાનું બંધ કરીશ નહી. હું ભરતીના લોકતંત્ર માટે લડતો રહું છું અને લડતો રહીશ. તેમણે કહ્યું કે સમજ એક જ છે નફરત કે હિંસાને તેમાં કોઈ સ્થાન નથી. ભાજપ અદાણી મુદા પરથી ધ્યાન ભટકાવવા કોશીશ કરે છે. કયારેક ઓબીસી મુદા પર વાત કરશે. કયારેક વિદેશી યાત્રાની વાત કરશે. રાહુલ ગાંધીએ કહ્યું હું રાજનીતિમાં કોઈ ફેશન કરવા નહી પણ તપસ્યા માટે આવ્યો છું. રાહુલે કહ્યું કે, મને અયોગ્ય જાહેર કરે મારે પીટે- જેલમાં નાંખે પણ હું ડરતો નથી. રાહુલે કહ્યું કે હું પ્રશ્ન પૂછીશ કે મોદી-અદાણીને શું સંબંધ છે! રૂા.20000 કરોડ રૂપિયા કોના છે! તેઓ સંસદમાં મારી સામે જુઠુ બોલ્યા કે એ વિદેશી તાકાતોની મદદ માંગી. મે અધ્યક્ષને જણાવ્યું હતું કે સંસદનો નિયમ છે કે કોઈ સદસ્ય સામે આક્ષેપો થાય તો તેને જવાબ આપવાનો અધિકાર મળે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, મારી સદસ્યતા રદ કરીને તેઓએ વિપક્ષને ફાયદો કરાયો છે. હું સાચુ બોલવા માટે દરેક કિંમત ચૂકવવા માટે તૈયાર છું. મને જીવનભર સંસદસભ્ય બનવા માટે ગેરલાયક ઠરાવવામાં આવે, મને જેલમાં નાંખવામાં આવે પણ હું સાચુ બોલવાનું છોડીશ નહી. સરકાર માટે ભારત એ અદાણી છે અને અદાણી એ ભારત છે પણ મારા માટે ભારત એ ભારત જ છે.