Connect with us

Sihor

ભારે વાવાઝોડામાં સિહોરના તંત્ર દ્વારા માઈક્રો પ્લાનિંગને સફળતા

Published

on

Micro-planning success through Sihor's system in severe storms

બરફવાળા

સમારકામ તથા ઇમરજન્સીને લગતા આયોજનની તંત્રની ચોમેર સરાહના, તમામ વિભાગના અધિકારી છેલ્લા ત્રણ દિવસ રાઉન્ડ ધ કલોક ફરજમાં રહ્યા

સિહોર શહેર અને તાલુકમાં બિપોરજોય વાવાઝોડા સંદર્ભે હવામાન વિભાગની આગાહી મુજબ પ્રશાસન દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ આયોજનબદ્ધ રીતે કરવામાં આવી હતી. સિહોર ડે કલેકટર દિલીપસિંહ વાળા, મામલતદાર જોગસિંહ દરબાર, પોલીસના અધિકારી પીઆઇ ભરવાડ, નગરપાલિકા ચીફ ઓફિસર મારકણા સહિત તમામ તંત્ર સંકલનમાં રહીને આ બાબતને ગંભીરતાથી લઈ અને પ્રથમથી જ સુવ્યવસ્થિત રીતે આયોજન કરવામાં આવ્યું હતું.

વાવાઝોડા પૂર્વે છેલ્લા ત્રણ દિવસથી અધિકારી સતત 24 કલાક કચેરીમાં રહી અને સ્ટાફ તથા અધિકારીઓને પણ સતત સંપર્કમાં રાખી, તેમજ જરૂરી જવાબદારી સોંપીને આ અંગેનું આયોજન કર્યું હતું. તેમાં આશ્રયસ્થાનોમાં લોકોને સ્થળાંતરિત કરવા તેમજ ત્યાં ભોજન સહિતની તમામ જરૂરી વ્યવસ્થા કરવા, વાવાઝોડા દરમિયાન માર્ગ વ્યવહાર ચાલુ રખાવવા, ઈમરજન્સી માટે જરૂરી સાધનોની વ્યવસ્થા, તેમજ આ માટે સંકલન અને સમયસરની જાણકારીથી સિહોર શહેર અને તાલુકો વાવાઝોડાની આફતમાંથી જાનહાની વગર નીકળી શક્યો હોવાનું ચિત્ર ખડું થયું છે તે વાત નકારી શકાય નહીં.

error: Content is protected !!