Sihor
સિહોર ખાતે ભુતા પરિવારના સહકારથી રેડક્રોસ દ્વારા માતા-કિશોરી સંમેલન અને બહેનો ની આરોગ્ય તપાસ નો કેમ્પ યોજાશે

દેવરાજ
ભાવનગર જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રમાં કાર્ય કરતી અને શિક્ષણ આપતી સંસ્થા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા બહેનો ના આરોગ્ય માટે ની વિવિધ સેવાઓ ચલાવવા માં આવે છે જેના ભાગરૂપે શ્રી ઉત્તમ.
એન.ભુતા પરિવાર ના સહયોગ થી સિહોર ખાતે માતાઓ અને કિશોરીઓ માં આરોગ્ય સમસ્યાઓ ઉપરાંત બહેનો માં સમયાંતરે આવતા ભાવાત્મક ફેરફારો અને તેના કારણો જેવા અગત્ય ના વિષયો ને આરોગ્ય અંગે માહિતી આપી ને યોગ્ય સમજ આપવા માટે માતા અનેં કિશોરી સંમેલન નું આયોજન જે.જે.મહેતા ગલ્સ હાઈસ્કૂલ , રાજકોટ રોડ, સિહોર ખાતે તા.17 એપ્રિલ ને સોમવારે સાંજે 4 કલાકે યોજવામાં આવશે જેમાં વિષય નિષ્ણાત બહેનો ના ડોકટર અને નિષ્ણાત દ્વારા માર્ગદર્શન આપવા માં આવશે.
બહેનો માં હિમોગ્લોબીન તપાસ અને સ્વાસ્થ્ય ની તપાસ કરી ને નિદાન અને સારવાર આપવામાં આવશે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સિહોર અને આજુબાજુ ના વિસ્તારની માતાઓ અને યુવા કિશોરી બહેનોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવે છે.