Bhavnagar
ભાવનગર સહિત રાજયમાં શુક્રવારથી મેઘરાજાની ફરી પધરામણી : ઘણા વિસ્તારોમાં જમાવટ કરશે
પવાર
આજથી ચાર દિવસ વાદળછાયુ વાતાવરણ, કયાંક- કયાંક હળવો વરસી જાયઃ૧૫મીથી વાદળો ઘેરાવા લાગશે, તા.૧૮ થી ૨૨ કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ પડી શકે
હાલ છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાતને બાદ કરતાં વિસ્તારોમાં કોઈ નોંધપાત્ર વરસાદ જોવા મળતો નથી. સૌરાષ્ટ્રમાં છુટાછવાયા સ્થળોએ કયાંક- કયાંક વરસી જાય છે. દરમિયાન એક સિસ્ટમ્સ બંગાળની ખાડીમાં બની છે. જેની અસરથી આ સપ્તાહના અંતમાં અને આગામી અઠવાડીયે ગુજરાતભરમાં મેઘરાજા જમાવટ કરે તેવી શકયતા છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવું હાલનું અનુમાન છે. ગ્વાલીયર આસપાસ નવું લો પ્રેસર સક્રિય બન્યું છે.
જેની અસરથી ૧૫મી સપ્ટેમ્બરથી ઉત્તર, દક્ષિણ અને પヘમિ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. ૧૫મીથી વાદળા ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત ઉપર ઘેરાશે. ૧૮-૧૯-૨૦-૨૧ અને ૨૨ના ગુજરાતમાં કેટલેક સ્થળે અતી ભારે વરસાદ પડી શકે છે. આજે બપોરે ૧૨ થી ઉના, ભાવનગર, થાન, જામનગર, જુનાગઢ, દ્વારકા, સુરત, વલસાડ, વડોદરા, ગાંધીધામ, નલીયા ઉપર ઘાટા વાદળા છવાશે. તા.૧૧-૧૨-૧૩-૧૪ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવા છાંટા, હળવા વરસાદનું વાતાવરણ રહેશે. દક્ષિણ ગુજરાત, વડોદરા, ભાવનગર, જુનાગઢ પંથકમાં કયાંક હળવા છાંટા છૂટી રહેશે.