Connect with us

Bhavnagar

ભાવનગરમાં કાલે નવા મેયર સહિતના પદાધિકારીઓની વરણી

Published

on

Selection of office bearers including new mayor tomorrow in Bhavnagar

દેવરાજ

મંગળવારે ખાસ સામાન્ય સભા મળશે : ભાવનગરમાં ઓબીસી મેયર બનશે : પ્રદેશ સવારે નામ મોકલશે છતાં નવા નામો નકકી થઇ ગયાની ધારણા

ભાવનગર મહાનગરપાલિકાના નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ચૂંટણી મંગળવાર તા.12ના રોજ યોજાનાર ભાવનગર મહાનગરપાલિકાની સભામાં થશે. ભાવનગર મહાપાલિકાની ચૂંટણી અઢી વર્ષ પૂર્વે યોજાય હતી. શહેર ના કુલ 13 વોર્ડની પર બેઠકમાંથી ભાજપ 44 બેઠક જીત્યુ હતુ, જયારે કોંગ્રેસ માત્ર 8 બેઠક જીત્યુ હતું. ત્યારબાદ મેયર- ડેપ્યુટી મેયરની ચૂંટણી કરવામાં આવી હતી અને ભાજપના સભ્યો ચૂંટણી જીત્યા હતાં. તા. 9 સપ્ટેમ્બરે મેયર- ડેપ્યુટી મેયરની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ ગઈ છે .તેથી મહાપાલિકાએ આગામી તા. 12 સપ્ટેમ્બરને મંગળવારે સવારે 11.30 કલાકે અસાધારણ સભા બોલાવી છે. જેમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી કરવામાં આવશે. આ ઉપરાંત મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિના 12 સભ્યની વરણી કરાશે.

Selection of office bearers including new mayor tomorrow in Bhavnagar

નિયમ મુજબ પછાત વર્ગ (ઓબીસી)માંથી મેયર બનાવવામાં આવશે. મેયર બનવા માટે ભાજપના આશરે 17 નગરસેવકો વચ્ચે હરીફાઈ છે. કેટલાક નગરસેવકો મહત્વનો હોદ્દો મેળવવા માટે મોટા નેતાઓના સંપર્કમાં છે ત્યારે યાં મોટા નેતાનુ ચાલશે અને કયાં નગરસેવકને મહત્વના હોદ્દા મળે છે ? તે જોવુ જ રહ્યું. પદાધિકારીઓની નિમણુંકમાં જ્ઞાતી સમીકરણ પણ ધ્યાનમાં લેવામાં આવશે તેમ જણાય રહ્યુ છે. મેયર-ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં નગરસેવકો મતદાન કરશે. મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ ચેરમેનના મહત્વના હોદ્દા લેવા માટે ભાજપના મોટાભાગના નગરસેવકો ઉત્સાહી છે પરંતુ મોવડી મંડળ કોને તાજ પહેરાવે છે ? તેની રાહ જોવી જ રહી. હાલ ભાજપે મુરતીયા ફાઈનલ કરી નાખ્યાની ચર્ચા છે પરંતુ સત્તાવાર નામની જાહેરાત મંગળવારે થશે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!