Sihor
મહોરમ નિમિતે સિહોર ખોજા શીયા જમાત દ્વારા મેગા મેડિકલ કેમ્પ યોજાશે, લાભ લેવા અનુરોધ

પવાર
સિહોર ખોજા સમાજ દ્વારા ઇસ્લામ ધર્મના અને આખરી પયગમ્બર હ:મોહમ્મદ મુસ્તુફાના નવાસા (પૌત્ર) હ.ઇમામ હુસેન અ. સા.તથા તેમના ૭૨ સાથીઓ કે જેઓ અત્યાચાર ઝુલમની સામે અડગ રહી મુકાબલો કરી અને શહાદત પામ્યા હતા તેઓના આ અમૂલ્ય બલિદાન ની યાદમાં શીયા ઈશા અશરી જમાત.સિહોર દ્વારા કોઈ નાત ,જાત, ધર્મ તેમજ ઉચ નીચ ના ભેદભાવ વગર “માનવ કલ્યાણ અર્થે” સિહોર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એક સાર્વજનિક મેગા મેડિકલ કેમ્પ નું તા.૨૭/૭/૨૩ ગુરુવાર ના રોજ સવાર થી સાંજ સુધી સિહોરની ખ્યાત નામ હોસ્પિટલ તેમજ સુપ્રસિદ્ધ ડોકટર દ્વારા વિવિધ હોસ્પિટલ શ્રી કષટભંજન મલ્ટી પ્લસ હોસ્પિટલ, સાંઈ નાથ ક્લિનિક, અલ શિફા ક્લિનિક, સાંઈ ક્લિનિક, શ્રી મારૂતીનંદન મલ્ટી સ્પેશિયલીસ્ટ હોસ્પિટલ,અમર ક્લિનિક સહિત નામાંકીત ડોક્ટર્સ ડૉ.યુવરાજસિંહ ચુડાસમા(MD)
ડૉ.સહદેવસિંહ ચૌહાણ (MS), ડૉ. આર. જી યાદવ(MS ગાયનેક), ડૉ હરદેવસિંહ મોરી(બાળરોગ), ડૉ.નરદીપસિંહ રાઠોડ(BHMS/CCH) ડૉ ઇમરાન રાઠોડ, ડૉ મોહિત ચાવડા, ડૉ. સમિર હાસમાણી, ડૉ. મિસમ ઉનીયા (MS. ઑર્થો), ડૉ.હિતેન્દ્ર મોરી,સહિત સેવાઓ આપશે. તેમાં તપાસ અને દવાઓ ફ્રી માં આપવામાં આવશે તેમજ દર્દીઓ ના ચેક અપ માટે ૫૦% લેબોરેટરી ફી ભરવાની રહેશે જેમાં આશીર્વાદ લેબોરેટરી તેમજ ગોપાલ લેબોરેટરી માં તપાસ કરવામાં આવશે તો દરેક સમાજ ના સર્વે જરૂરિયાત ભાઈઓ બહેનો ને લાભ લેવા ખાસ સિહોર ખોજા જમાત દ્વારા નમ્ર અપીલ સાથે અનુરોધ કરવા માં આવેલ છે..