Connect with us

Bhavnagar

બાળકોમાં ડ્રગ્સ અને માદક દ્રવ્યોના દુરુપયોગ, ગેરકાયદેસર હેરફેરના નિયંત્રણ માટે તંત્ર સજ્જ

Published

on

Mechanisms in place to control drug abuse and illicit trafficking in children

પવાર

  • ભાવનગર જિલ્લાના મેડીકલ સ્ટોર પર સીસીટીવી કેમેરા લગાવવા જરૂરી, ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારા હેઠળ દવાઓનું વેચાણ કરવા પરવાના ધરાવતાઓ માટે જાહેરનામુ જાહેર

બાળકોમાં ડ્રગ્સ અને માદક દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેરના નિયંત્રણ અંગે ભાવનગર શહેર તથા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સને ૧૯૪૦ ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારા હેઠળ શિડયુલ એચ, એચ૧ અને શિડયુલ એક્સ દવાઓનું વેચાણ કરવા પરવાના ધરાવતી તમામ મેડીકલ સ્ટોર ઉપર સીસીટીવી કેમેરા મુકવા અંગે જોઈન્ટ એક્શન પ્લાનની રીવ્યુ મીટીંગમાં થયેલ સુચનાના પગલે તંત્રએ જાહેરનામુ બહાર પાડયુ છે. ભાવનગર શહેર અને જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં વિસ્તારમાં ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારા હેઠળ શિડયુલ એચ, એચ૧ અને શિડયુલ એક્સ દવાઓનું વેચાણ કરવા પરવાના ધરાવતી તમામ મેડીકલ સ્ટોર ઉપર સીસીટીવી કેમેરા લગાવવા અને તેનો ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવા જાહેરનામું બહાર પાડવા મદદનીશ કમિશ્નર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ભાવનગર વર્તુળ, ભાવનગરનાં પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે.

Mechanisms in place to control drug abuse and illicit trafficking in children

જે વિગતેનું જાહેરનામું બહાર પાડવું જરૂરી જણાતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ)ના કાયદાની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂઈએ હુકમ કરવામાં આવેલ છે કે, ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સને ૧૯૪૦ ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારા હેઠળ શિડયુલ એચ, એચ૧ અને શિડયુલ એક્સ દવાઓનું વેચાણ કરવા પરવાના ધરાવતી તમામ મેડીકલ સ્ટોર ઉપર સીસીટીવી કેમેરા લગાવવા અને તેનો ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવાનો રહેશે. આ જાહેરનામું તા. ૨૭ એપ્રિલ-૨૦૨૩ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો અમલ મદદનીશ કમિશ્નર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ભાવનગર વર્તુળ, ભાવનગરએ કરાવવાનો રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાના ભંગ બદલ ધારાસર ફરીયાદ કરવા માટે મદદનીશ કમિશ્નર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભાવનગર વર્તુળ, ભાવનગરને અધિકૃત કરવામાં આવે છે.

error: Content is protected !!