Connect with us

Sihor

સિહોર ગોપીનાથજી મહિલા કૉલેજ,સમર્થ વિદ્યાલય ખાતે ગણિત – વિજ્ઞાન – પર્યાવરણ પ્રદર્શન યોજાયું

Published

on

Maths-Science-Environment Exhibition held at Sihore Gopinathji Women's College, Samarth Vidyalaya

બ્રિજેશ

ગણિત વિજ્ઞાનનાં પ્રયોગો થકી આંતરિક કલાનું હીર જલકાવતા બાળ વૈજ્ઞાનિકો

સિહોર ખાતે જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત શિહોર તાલુકા કક્ષાનું ગણિત – વિજ્ઞાન – પર્યાવરણ પ્રદર્શન શ્રી ગોપીનાથજી મહિલા કૉલેજ,સમર્થ વિદ્યાલય ખાતે યોજાયેલ. જેમાં તાલુકાની ૫૫ શાળાઓએ જુદાં જુદાં વિભાગમાં ૫૫ કૃતિ રજુ કરી. તેમાં ૧૧૦ જેટલા બાળ વૈજ્ઞાનિકો તથા ૫૫ જેટલા માર્ગદર્શક શિક્ષકોનો અમૂલ્ય ફાળો રહ્યો.

Maths-Science-Environment Exhibition held at Sihore Gopinathji Women's College, Samarth Vidyalaya

જે અંતર્ગત તા. વિ.અધિકારી સાહેબ, સિહોર શ્રીમતિ જાગૃતિબેન ભટ્ટ,લાયઝનશ્રી તથા શ્રી વિનોદભાઇ બારૈયા,બીઆરસી કો.ઑર્ડી. સિહોર દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરેલ.પ્રતીનિયુક્તી પૂર્ણ કરેલ તમામ સીઆરસી કો. ઑર્ડી.નું સન્માન મોમેન્ટો આપી કરવામાં આવેલ.તા.પ્રા. શિ.સંઘના પ્રમુખશ્રી/ મંત્રી, રા.પ્રા. શૈ.મહાસંઘ પ્રમુખશ્રી/ મંત્રીશ્રી, શિ.શ.મંડળી,શિહોર પ્રમુખશ્રી/ ઉપપ્રમુખશ્રીની પ્રેરક ઉપસ્થિતિ રહેલ

આભારવિધિ પ્રણવભાઈ વ્યાસ, સીઆરસી દ્વારા કરવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમનું આયોજન તેજસભાઇ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ.ગણિત – વિજ્ઞાન – પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લીધેલ તમામ શાળા અને બાળ વૈજ્ઞાનિકોને ટ્રોફી તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સમર્થ વિધાયલયનાં આચાર્યશ્રી તથા શાળા પરિવાર,તમામ સીઆરસી કો.ઓર્ડીનેટર, એસ.એસ.એ સ્ટાફ,શિહોર દ્વારા જહેમત ઉઠાવી હતી.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!