Connect with us

Sihor

સિહોર ટાઉનહોલમાં મનીષ આશરા અને ૐ ઇન્વેસ્ટમેન્ટ આયોજિત લોકડાયરામાં સાગરદાન ગઢવીએ આખી રાત ધૂમ મચાવી

Published

on

manish-ashra-at-sihore-town-hall-and-sagardan-gadhvi-rocked-the-night-at-lokdira-organized-by-om-investment

દેવરાજ

  • ‘કમા’એ લોકોને ભરપૂર મનોરંજન કરાવ્યું, લોકડાયરામાં રૂપિયાનો વરસાદ થયો, સૌરાષ્ટ્રમાં લોકડાયરો અને સંતવાણીનું અનેરું મહત્વ

સૌરાષ્ટ્રમાં લોક ડાયરો અને સંતવાણીનું અનેરૂ મહત્વ રહેલું છે હાલ ઠેર ઠેર લોક ડાયરા અને સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં લોકો કલાકારો પર વરસી રૂપિયાનો વરસાદ કરતા નજરે ચડે છે. સૌરાષ્ટ્રમાં લોકડાયરો હોય અને તેમાં રૂપિયાનો વરસાદનો ન થાય તેવું ક્યારે પણ બની ન શકે. સિહોર ટાઉનહોલમાં મનીષ આશરા અને ૐ ઇન્વેસ્ટમેન્ટ આયોજિત ભવ્ય લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી લોકડાયરાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. અહીં ટાઉનહોલ ખાતે મુખ્ય ગુજરાતી સાહિત્ય લોક ડાયરા કલાકાર અને ગુજરાતી લોક સંગીતને દેશ વિદેશમાં લોક ડાયરા તરીકે પ્રજ્વલિત કરનાર સાગરદાન ગઢવીએ અડધી રાત સુધી લોકોને મોજ કરાવી હતી.

manish-ashra-at-sihore-town-hall-and-sagardan-gadhvi-rocked-the-night-at-lokdira-organized-by-om-investment

ડાયરાની શરૂઆત કલાકાર સાગરદાન ગઢવી ના સુર તાલે થતા લોકો ઝૂમી ઉઠ્યા હતા. ડાયરા પ્રેમી ઓએ કલાકારો ઉપર રૂપિયાનો વરસાદ કર્યો હતો. ડાયરાના એક કલાક બાદ મુખ્ય મહેમાન રસિયો રૂપાળો રંગ રેલીયો રે ઘરે જવું ગમતું નથી સોંગ માં ફેમસ કમલેશભાઇ ઉર્ફે કમાની જોરદાર એન્ટ્રી પડતાની સાથે જ પ્રેક્ષકો સ્ટેજ સુધી દોડી આવ્યા હતા. ડાયરામાં ચાર ચાંદ લગાવનાર જાણીતા કમાભાઈ હાજરી આપતા ઉપસ્થિત લોકોના પોતાની તાલે મન મોહી દીધા હતા. જેવું સ્ટેજ પરથી રસિયો રૂપાળો રંગ રસિયો ઘેર જવું ગમતું નથી સંગીત સાગરદાન ગઢવી ગાવાનું શરૂ કર્યું તેમજ કમા ભાઈ ગેલમાં આવી ગયા અને તેમના પગ રુક્યા નહિ ને સ્ટેજ પર કમાભાઈ પુષ્પા ફિલ્મની એક્શન સાથે ઝૂમી ઉઠ્યા હતા.

manish-ashra-at-sihore-town-hall-and-sagardan-gadhvi-rocked-the-night-at-lokdira-organized-by-om-investment

જેને જોતા શ્રોતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં ઉપસ્થિત મહેમાનો અને શ્રોતાઓ એ ડાયરામાં રૂપિયાની નોટોના બંડલની કલાકારો ઉપર વર્ષા કરી હતી. સામાન્ય રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાં ડાયરામાં ઘોળ ઉડાડવાની પરંપરા રહી છે એટલે કે લોકો ડાયરામાં લોક સાહિત્યની વાતો પર અથવા તો ભજન કે કોઈ પણ વાત કે ભજન કે ગીતો માં કલાકારો પર રૂપિયાનો વરસાદ કરતા હોય છે. ત્યારે ગઈકાલે પણ ટાઉનહોલમાં લોક ડાયરો યોજાયો તેમાં પણ રૂપિયાનો વરસાદ જોવા મળ્યો હતો

error: Content is protected !!