Connect with us

Sihor

સિહોરના યુવાન મનીષ આશરાએ જન્મદિવસની અનોખી ઉજવણી કરી, જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કિટ અને મીઠાઈ આ

Published

on

manish-ashra-a-young-man-from-sihore-celebrated-his-birthday-in-a-unique-way-by-distributing-food-kits-and-sweetmeats-to-needy-families

દેવરાજ

ના દોલત સે, ના શોહરત સે, ના બંગલા-ગાડી રખને સે…
મિલતા હૈ સૂકુંન દિલ કો કિસી ગરીબ કી મદદ કરને સે…

સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ પોતાનો જન્મદિવસ હોય ત્યારે બર્થ ડે પાર્ટી કે ડાન્સ પાર્ટી દ્વારા તેની ઉજવણી થતી હોય છે. પરંતુ સિહોરના એક યુવાને પોતાનો જન્મ દિવસ કંઈક એ રીતે ઉજવ્યો કે, તે પોતાના માટે નહિ પણ અન્ય લોકો માટે પણ યાદગાર બની રહ્યો. સિહોરના આ યુવાન મનીષ આશરાએ પોતાના જન્મ દિવસની ઉજવણી નિરાધાર પરિવારોને અનાજ કિટ અને મીઠાઈ બોક્સ આપીને ઉજવણી કરી હતી હાલ પશ્ચિમી દેશોની સંસ્કૃતિના રંગે રંગાયેલું યુવાધન જન્મદિવસ અને એનિવર્સરી સહિતના પ્રસંગની ભભકાદાર અને અર્થ વગરની ઉજવણી કરતા હોય છે

manish-ashra-a-young-man-from-sihore-celebrated-his-birthday-in-a-unique-way-by-distributing-food-kits-and-sweetmeats-to-needy-families

ત્યા સિહોરના આ યુવાન મનીષ આશરાએ પોતાના જન્મદિવસના અવસર પર તેમણે સમાજના ગરીબ પરિવારોને અનાજ કિટો અને મીઠાઈ બોક્સ આપીને અન્ય લોકોને પણ પરોપકારનો માર્ગ બતાવી ખરા અર્થમાં પોતાનો જન્મ દિવસ ઉજવી એક નવી રાહ ચીંધી છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!