Connect with us

Sihor

સિહોરના શખ્સે યુવતી સાથે ટ્રાવેલ્સમાં દુષ્કર્મ આચર્યું ; ગિરફ્તાર

Published

on

Man from Sihore rapes girl in travels; Arrest

દેવરાજ

  • વતીને ગારીયાધાર, પાલીતાણા અને ત્યાથી શખ્સ સુરત લઈ ગયો

સિહોરના શખ્સે યુવતીને બળજબરી પુર્વક સિહોરથી ગારીયાધાર, પાલીતાણા અને ત્યાથી ટ્રાવેલ્સમાં સુરત લઈ જઈ યુવતીની ઈચ્છા મરજી વિરૂધ્ધ અવાર નવાર ટ્રાવેલ્સમાં જ બળાત્કાર ગુજારી જો તું લગ્ન કરવાની ના પાડીશ તો તને જાનથી મારી નાખીશ કહી ધાક ધમકી આપતા ફરીયાદ નોંધાવા પામી છે. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સિહોર પોલીસ મથકમાં એક યુવતીએ આદિલ મજીદભાઈ મલેક (રે. ચંપાવાળી મસ્જીદનો ખાંચો, કંસારી બજાર, સિહોર) વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી કે, ગત તા. ૧૭ના રોજ રાત્રીના આઠ કલાકના અરસા દરમિયાન આદિલે ફોન કરી તેણીને આવતીકાલે સવારે ૧૦.૦૦ કલાકે આપડે બહાર જવાનું છે. તે કહેતા તે બિજા દિવસે સવારે ૧૦.૩૦ કલાકે સિહોરના ભાંગના કારખાના પાસે જતા આદિલ તેની બાઈક ઉપર બેસાડી તેણીને સિહોરથી ગારીયાંધાર જવાનું કહેતા તેણીએ તેને ગારીયાધાર જવાની ના પાડતા આદિલે અપશબ્દો આપતા તેણી ગભરાઈ જઈ તેની સાથે ગારીયાધાર ગયેલ ત્યા પહોંચી આદિલે તેના મોબાઈલનું સીમકાર્ડ તોડી નાખ્યું હતું.

Man from Sihore rapes girl in travels; Arrest

અને ગારીયાધાર કોઈના ઘરે જતા તેઓને રહેવા ન દેતા પરત રાત્રે પાલીતાણા આદિલના મામાના ઘરે જતા તેણે પણ ઘરે રહેવાની ના પાડતા પાલીતાણાથી સુરતની ટ્રાવેલ્સમાં બેસી ગયેલ હતા. આ વખતે આદિલે ટ્રાવેલ્સમાં ચાલુ બસે તેણી સાથે અડબલા કરી તેણીની ઈચ્છા મરજી વિરૂધ્ધ અવારનવાર દુષ્કર્મ કર્યુ હતું. બાદ આદિલે આપણે સુરત જઈ લગ્ન કરી લેવાના છે. જો તું લગ્ન કરવાની ના પાડીશ તો રસ્તામાં મારી નાખીશ તેમ કહી ધમકી આપી હતી. ઉક્ત ફરીયાદ અનુસંધાને સિહોર પોલીસે આઈપીસી. ૩૭૬(૨એન), ૫૦૪, ૫૦૬(૨), મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!