Gujarat
વલ્લભીપુરના મેવાસા ગામ પાસે મોટી દુર્ઘટના, કડબ ભરેલો ટ્રક પલટી ખાઈ જતા છ વ્યક્તિઓના મોત, પંથક અરેરાટી

ઓન ધ સ્પોટ સલીમ બરફવાળા
વલ્લભીપુરના રતનપર મેવાસા ગામ નજીક મોટી દુર્ઘટના સર્જાઈ છે આજે બપોરના સમયે ટ્રક નું ટાયર બ્લાસ્ટ થઈ જતા કડબ ભરેલો આખો ટ્રક પલટી થઈ ગયો હતો આ ઘટનાની જાણ થતા ની સાથે જ પોલીસ કાફલો અને 108 એમ્બ્યુલન્સ રવાના થઈ ગઈ હતી બીજા ઈજાગ્રસ્તો ને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતમાં બે મહિલા અને ચાર પુરુષોના મોત થયા હતા જ્યારે અન્ય ઇજાગ્રસ્તો ને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર જિલ્લાના વલભીપુર તાબા હેઠળ આવેલા રતનપર મેવાસા ગામ પાસેથી કડબનો જથ્થો ભરીને પસાર થઈ રહેલ ટ્રકનું અચાનક ટાયર બ્લાસ્ટ થઈ જતા આખોય ટ્રક પલટી ખાઈ ગયો હતો
અને ટ્રકમાં સવાર વ્યક્તિઓ ટ્રક તળે દબાયા હતા જોકે આ ઘટનાની જાણ થતા ની સાથે જ વલભીપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તેની સાથો સાથ 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતમાં બે મહિલા અને ચાર પુરુષોના મોત થઈ ગયા હતા જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા