Gujarat
મહિપતસિંહ ચૌહાણને મળી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ રક્ષણની કરી માગણી
બરફવાળા
ગુજરાતમાં સામાજિક કાર્યકર અને રાજકીય ક્ષેત્રમાં કામ કરતાં મહિપતસિંહ ચૌહાણને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે, જેને લઈને તેમણે સ્થાનિક પોલીસ અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત પણ કરી છે અને પોલીસ રક્ષણની માગણી કરી છે. આ અંગે તેમણે સોશિયલ મીડિયામાં લાઈવ કરીને જાણકારી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે એક વ્યક્તિએ 25 લાખ રૂપિયામાં તેમને મારી નાખવાની સોપારી લીધી છે તેમણે વીડિયોમાં જણાવ્યા અનુસાર, ખેડામાં આવેલી સ્વિટકો નામની કંપનીના 400થી વધહરે શ્રમિકો છેલ્લા કેટલાક દિવસોથી રોજના 8 કલાકનું વળતર મળે તે માટે આંદોલન કરી રહ્યા છે. મહિપતસિંહ આ શ્રમિકોનો સાથ આપી રહ્યા છે. આ માટે મહિપતસિંહે સરકાર અને સ્વિટકો કંપનીને ઓનલાઈન વીડિયો દ્વારા ચેતવણી પણ આપી હતી, ત્યાર બાદ તેઓએ ગાંધીનગર પણ આ અંગે રજૂઆત કરી હતી.
આ સમગ્ર ઘટના બાદ આજે તેમણે એક વીડિયોમાં સ્વિટકો કંપની પર આક્ષેપો કરતાં જણાવ્યુ હતું કે તેમને મારી નાખવાની સોપારી આ કંપનીએ જ આપી છે. ગઇકાલે રાત્રે 9:30 વાગ્યાના અરસામાં પણ કોઈ અજાણ્યા વ્યક્તિએ મહિપતસિંહના નામે ફાયર વિભાગને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, તેમના શિક્ષણ એ જ સંકૂલમાં આગ લાગી છે. આવો કોલ આવતા જ ફાયર વિભાગ સહિત પોલીસની ટીમ પણ સંકૂલ દોડી આવી હતી. ત્યાર બાદ એક અજાણ્યા નંબર પરથી મહિપતસિંહને ફોન આવ્યો હતો અને કંદરોની લડાઈમાં ન પાડવા માટે કહ્યું હતું અને મારી નાખવાની ધમકી આપી હતી. આ નાગે તેમણે આજે માતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ખેડા SP પાસે પોલીસ રક્ષણની માગણી કરી છે.