Sihor
સિહોર ભીમનાથ મહાદેવ મંદિર ખાતે કમળ પુષ્પ પૂજા કરવામાં આવી
પવાર
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, શિવ આરાધનાના દિવસો છે ત્યારે શિવભક્તો દ્રારા શિવજીને રિઝવવા માટે તેમની પ્રિય વસ્તુઓ વડે વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે, સિહોરના નવનાથ મહાદેવ માનાં એક એવા ગૌતમી નદીના કાંઠે વિરાજતા શ્રી ભીમનાથ મહાદેવના મંદિર ખાતે આજે વહેલી સવારે ‘કમળ પુષ્પ પૂજા’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2100 શ્વેત કમળ પુષ્પ શિવજીને અર્પણ કરી અને વિશેષ પૂજા કરાઈ હતી.
આ સમગ્ર કાર્યના મનોરથી એવા વિહત મેલડીમાંના માય ભક્ત શ્રી રવિભાઈ ભુવા, શિહોરી માના પૂજારી શ્રી જગદીશ ગીરીબાપુ, મગલાણા ગામના સરપંચ હુકમસિંહ, માલધારી સમાજના આગેવાન રેવાભાઇ ભરવાડ, શ્રીમતી જે.જે. મહેતા ગર્લ્સ હાઇસ્કુલના નિવૃત્ત શિક્ષક શ્રી મુકેશભાઈ રાવળ સાહેબ, નિકુંજભાઈ દરજી તેમજ ભાવિકભક્તો દ્વારા શિવ પૂજા, શિવ સ્તુતિ સાથે બિલ્વપત્ર અને શ્વેત કમળ પુષ્પ અર્પણ કરીને શિવજીની વિશેષ પૂજા કરાઈ હતી. સિહોરમાં શિવજીના અનેક મંદિરો છે અને આ દરેક મંદિરોમાં શ્રાવણ માસ નિમિત્તે વિશેષ પૂજા અર્ચન થતું હોય છે, ત્યારે આજે ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ‘શ્વેત કમળ પુષ્પ પૂજા’ નું વિશેષ આયોજન અનેરું છે.