Sihor
આવતા મહિને તહેવારોની ભરમાર, અડધો મહિનો બંધ રહેશે બેંક, અત્યારે પુરા કરી દો કામ

Pvar
- રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટ પ્રમાણે ઓગસ્ટ 2023માં બેંક કુલ 14 દિવસ બંધ રહેશે.
સામાન્ય રીતે બેંકમાં દરેક લોકોને કામ રહેતા હોય છે. બેંક સામાન્ય વ્યક્તિથી માંડીને અમીર વર્ગ દરેક માટે નાણાંકીય વ્યવહારો કરવા માટે મહત્વની ગણાય છે. જેમા કોઈને તેમના ખાતામાં પૈસા જમા કરવવાના હોય છે તો કોઈને ખાતામાંથી પૈસા કાઢવાના હોય છે. તો અત્યારે કેટલાક લોકોને જુની નોટો બદલાવા માટે પણ બેંકમાં આટા મારવા પડતા હોય છે. પરંતુ જો ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો બેંક સાથે જોડાયેલી મહત્વની કામગીરી અત્યારે પુરી કરી દેવી જોઈએ. કારણ કે આ મહિનામાં બેંકમાં ઘણી રજાઓ આવતી હોવાથી બેંક લગભગ અડધો મહિનો બંધ રહેશે. રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટ પ્રમાણે ઓગસ્ટ 2023માં બેંક કુલ 14 દિવસ બંધ રહેશે.
ઓગસ્ટ મહિનો રજાઓથી ભરેલો છે
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં બેંકોમાં ઘણી રજાઓ આવે છે. આ મહિનામાં તહેવારો, જન્મજયંતિ તેમજ રેગ્યુલર રીતે આવતા શનિવાર અને રવિવારના કારણે બેંકો ઘણા દિવસો સુધી બંધ રહેશે. 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસના કારણે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે. આ સિવાય ઓણમ, રક્ષાબંધનના કારણે દેશના મોટા ભાગોમાં બેંકો બંધ રહેશે. અને જો એવામાં તમારે પણ આગામી મહિનામાં કોઈ અગત્યનું કામ પૂરું કરવાનું હોય તો રજાના લિસ્ટ મુજબ તમારું પ્લાનિંગ કરીને આ મહિનામાં જ આ કામ પૂરું કરી લેવુ જોઈએ.
જ્યારે બેંક બંધ હોય ત્યારે કામ સાથે કેવી રીતે વ્યવહાર કરવો?
નવી ટેક્નોલોજીના કારણે આજકાલ મોટાભાગના ગ્રાહકો બેંક બંધ હોય તો પણ બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે. આ માટે તે નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ અથવા યુપીઆઈ જેવી નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે છે. આ જ પ્રમાણે તમે કેશ ઉપાડવા માટે ATMનો ઉપયોગ કરી તમારુ કામ પુરુ કરી શકો છો.