Sihor
હાશ… અંતે દીપડો પાંજરે પુરાયો : સિહોર રાજપરા ખોડિયાર ગામે દીપડો પાંજરામાં, લોકોને રાહત
દેવરાજ
રાજપરા ખોડીયારની સીમમાંથી દીપડો પાંજરે પુરાતા લોકોને રાહત, વનવિભાગની ભારે જહેમત બાદ દીપડાને પાંજરે પુરવામાં સફળતા મળી, લાંબા સમયથી આ વિસ્તારમાં દીપડાની ભારે રંજાડ હતી, દીપડાના આંટાફેરાથી આ વિસ્તારમાં પશુઓનું મારણ અને હુમલાની ઘટના વધી હતી.
સિહોર પંથકમાં દિપડા દ્વારા પશુ પરની હુમલાઓની ઘટના વારંવાર બની રહી છે. જે ઘટનાની ગંભીરતાને સમજી વનવિભાગ દ્વારા દીપડાને પકડવા રાતભર ઉજાગરા કરી દોડધામ કરવામાં આવી રહ્યા હતી. અંતે ગઈકાલે દીપડો પાંજરે પુરાયો છે. વનવિભાગ સતત સ્કેનિંગ કરી દીપડાનું લોકેશન લેવા અલગ-અલગ વિસ્તારમાં દોડ્યું હતું.
છેલ્લા ઘણા દિવસોથી પશુઓ પર હુમલા અને મારણની ઘટનાઓ વધી રહી હતી જેની વચ્ચે ખેડૂતો અને માલધારીઓમાં ભયનો માહોલ છવાયો હતો. ઘટનાની ગંભીરતા દાખવી સ્થાનિક વનવિભાગ રેન્જ દ્વારા દીપડાને ઝડપથી પકડી પાડવા કવાયત હાથ ધરી છે વનવિભાગની ટીમ સતત દોડા-દોડી કરી અંતે પાંજરે પુરાયો છે.
સિહોર પંથકમાં દીપડાની આવન જાવન સતત જોવા મળે છે અને પશુ અને લોકોને નુકશાન પહોંચાડવાના બનાવને લઇ ગોઠવેલ પાંજરામાં એકપછી એક દીપડા પુરાઇ રહ્યાં છે. ગઇકાલે રાત્રીના સમયે સિહોર રાજપરા ખોડિયાર સીમમાં મજબુત બાંધાનો વધુ એક દીપડો પાંજરે પુરાયો હતો. સામાન્ય રીતે દીપડો એ ચપળ અને માણસોથી બીતુ પ્રાણી છે પરંતુ અનાયાસે માનવ વસ્તીમાં આવી પહોંચ્યા બાદ તે હુમલો પણ કરી શકે છે.
અને સિહોર પંથકમાં દીપડાના પશુ પરના હુમલાના બનાવો પણ બનેલા છે ત્યારે નુકશાન કરતા દીપડાને પાંજરે પુરવા વન વિભાગે કવાયત છેલ્લા લાંબા સમયથી હાથ ધરી છે અને દીપડાને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતાં અને અલગ અલગ લોકેશન પર પાંજરા ગોઠવી રેડી કરી પેટ્રોલીંગ હાથ ધરાયું હતું. જો કે ગઈકાલે ખોડિયાર પાસે રાખેલ પાંજરામાં આ દીપડો પુરાયો હતો. વન વિભાગે આ દીપડાને જેસર રાણીગાળા એનિમલ હોસ્પિટલ મોકલી આપેલ છે.