Gujarat
ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી ચંદ્રકાંત પાટીલના અધ્યક્ષ સ્થાને ભાવનગરમાં લોકસભાની જનસભા યોજાશે
પવાર
રાષ્ટ્રીય અને સ્થાનિક હોદ્દેદારોની વિશેષ ઉપસ્થિતિ
ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી ચંદ્રકાંત પાટીલના અધ્યક્ષ સ્થાને મંગળવારે ભાવનગરમાં લોકસભાની જનસભા યોજાશે. ભાવનગર જિલ્લા ભાજપના સંકલન સાથે આ જનસભામાં રાષ્ટ્રીય અને સ્થાનિક હોદ્દેદારોની વિશેષ ઉપસ્થિતિ રહેશે. ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાઘવજી મકવાણા સાથે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુર પટેલ, ભાવનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી અભયસિંહ ચૌહાણના સંકલન સાથે આવતીકાલ મંગળવારે લોકસભાની જનસભાનું પ્રદેશ પ્રમુખ શ્રી ચંદ્રકાંત પાટિલના અધ્યક્ષ સ્થાને આયોજન થયું છે.
ભાવનગરમાં શ્રી કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાનાર આ જનસભામાં ભાજપના રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ અને સાંસદ શ્રી ભારતીબેન શિયાળ, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી સંતોષજી ગંગવાર, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા તથા શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ સાથે પ્રભારીઓ શ્રી બ્રીજરાજસિંહ ઝાલા, શ્રી વંદનાબેન મકવાણા તથા શ્રી ચંદ્રશેખર દવે અને ધારાસભ્ય શ્રીઓની વિશેષ ઉપસ્થિતિ રહેશે. ભાવનગર ખાતે મંગળવાર તા.૪ સવારે ૧૦ કલાકે આ જનસભામાં રાષ્ટ્રીય અને સ્થાનિક હોદ્દેદારોની વિશેષ ઉપસ્થિતિ રહેનાર હોઈ સંસદીય વિસ્તારના ભાવનગર, બોટાદ તથા શહેરના ભાજપ હોદ્દેદારો અને ચૂંટાયેલા સદસ્યો સાથે કાર્યકર્તાઓને સમયસર પહોંચવા જિલ્લા સંગઠન દ્વારા અનુરોધ કરાયાનું ભાવનગર જિલ્લા ભાજપ પ્રવકતા પ્રચાર સંયોજક શ્રી કિશોર ભટ્ટ તથા સહ સંયોજક શ્રી મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.