Sihor
ચંદન જેવું જીવન જીવી ગયા, સર્વત્ર સૌરભ મહેકાવી

દેવરાજ
- ઓમ શાંતિ… શાંતિ… શાંતિ… સ્વ. મુકેશભાઈ જાનીને શ્રધ્ધાસુમન અર્પણ કરતા સિહોરના સ્થાનિક નેતાઓ
- નગરપાલિકા દ્વારા આયોજિત ટાઉનહોલ ખાતે શોકસભા યોજાઈ, ઈશ્વર જાની પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે, સ્વ મુકેશભાઈ જાની લાગણી અપાર મૂકી ગયા, અણમોલ સંભારણા છોડી ગયા ; ઉપસ્થિત સૌનો એક સુર
સિહોર નગરપાલિકા દ્વારા આયોજિત ટાઉનહોલ ખાતે સ્વ મુકેશભાઈ જાનીની શોકસભા યોજાઈ હતી નગરપાલિકાના કોર્પોરેટર અને વોર્ડ નંબર ચારના કોંગ્રેસના સભ્ય એવા મુકેશભાઈ જાની કે જેઓનું દુઃખદ અવસાન થતાં નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાના પ્રમુખ અને સભ્યો દ્વારા સિહોરના ટાઉનહોલ ખાતે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરજનો અને જાહેર જનતા એ મુકેશભાઈ જાની ને પુષ્પાંજલિ કરીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી
મુકેશભાઈ જાની કે સરળ સભાવના માણસ કે જેઓને સિહોર નગરપાલિકામાં પણ ખૂબ જ જરૂરિયાત હતી અને સિહોરના નગરજનોની સાથે પણ ખૂબ જ પ્રેમાળ સ્વભાવ સાથે સંબંધો છોડીને જે હોય આપણી વચ્ચેથી વિદાય લીધી છે ત્યારે સિહોર નગરપાલિકા દ્વારા તેમનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સિહોરની જાહેર જનતા અને નગરપાલિકાના સ્ટાફ લોકો દ્વારા પુષ્પાંજલિ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી ને શોક સંદેશો પાઠવ્યો હતો