Palitana
MLA ગુજરાત લખેલી કારમાં દીવથી નીકળેલો દારૂ પાલીતાણા ઘુસે તે પહેલા ઉનાથી ઝડપાયો
મિલન કુવાડિયા
ચેતન, મહેબૂબ, અને હાર્દિક નામના શખ્સો સામે કાર્યવાહી, એવું કહેવાય છે કે ચેતન ડાભી પાલીતાણા તાલુકા પંચાયતનો ઉ.પ્રમુખ છે, ભાજપનો સ્થાનિક નેતા છે
ઓન ધ સ્પોટ રાત્રીના 8/30 વાગે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે પોલીસ અને ચૂંટણી પંચ પણ સાબદુ બન્યું છે. પોલીસ અને ચૂંટણી પંચ સતત દારૂ અને મોટી રોકડ રકમની હેરફેર રોકવા માટે વાહન ચેકિંગ કરી રહી છે. ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને ગુજરાત રાજ્યની સરહદે તંત્રની બાજનજર છે. એવામાં પોલીસે આજે MLA ગુજરાત લખેલી કારને રોકાવી ચેક કરતા દારૂનો જંગી જથ્થો ઝડપાયો હતો. ચૂંટણી દરમિયાન પોલીસ અને ચૂંટણી પંચ સતત ઠેર-ઠેર વાહન ચેકિંગ કરી રહ્યાં છે. આ કાર્યવાહીના ભાગરૂપે પોલીસે ગુજરાતમાં દારૂ ઘુસાડતા બુટલેગરોને અટકાવાવ રાજ્યોની સરહદ પર પણ ચેકિંગ વધારી દીધું છે.
ત્યારે દારૂની હેરફેર ડામવા માટે ગીર સોમનાથ જિલ્લાના ઉના પાસે આવેલી દીવમાંથી ગુજરાત રાજ્યમાં અહેમદ પુર માંડવી ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ કરાઈ રહ્યું હતું. જેમાં પોલીસે નંબર પ્લેટ વિનાની સફેદ રંગની એક ઈનાવો કાર રોકાવી હતી. ઉના પોલીસે રોકેલી ઈનોવા કારની તલાશી લેતા કારના પાછળના ભાગેથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે રોકેલી કારમાં MLA ગુજરાતનું બોર્ડ પણ જોવા મળે છે. સુત્રો જણાવે છે કે, દારૂના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીમાનો એક આરોપી પાલીતાણા ભાજપનો નેતા છે. ઉના પોલીસે આ મામલે આરોપી ચેતન ડાભી, મહેબૂબ, અને હાર્દિક વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. ચેતન ડાભી પાલીતાણામાં ભાજપનો નેતા છે અને તે મોલ ધરાવે છે. તેવું પણ જાણવા મળ્યું છે, દારૂ ક્યાં લઈ જવાતો હતો અને કોને આપવાનો હતો તે મામલે પોલીસ તપાસ કરી રહી છે