Talaja
તળાજાના ટીમાણા ગામે રહેણાક મકાનમાં વીજળી ત્રાટકી : ટીવી, ફ્રીઝ સહિત ઘર વખરી
પવાર
તળાજા નગર અને તાલુકા વાસીઓ છેલા પખવાડિયા થી એક દિવસમાં ત્રણ ઋતુ નો અહેસાસ કરી રહ્યા છે.કાશ્મીર ઉતરાખંડ જેવા હિલ સ્ટેશનો પર વાતાવરણ મા અચાનક બદલાવ આવે છે તેવો અનુભવ અહી થઈ રહ્યો છે. ગઈ કાલે વહેલી સવારે ઠંડી અનુભવાતી હતી.બપોર થવા છતાંય લું કે ગરમ તડકા નો અહેસાસ થતો નહતો.બપોર ના ચાર વાગ્યા બાદ અચાનક વાતાવરણ વરસાદી બની ગયું હતું.ચોમાસામાં હાથિયો નક્ષત્ર જેમ ગાજ વીજ સાથે વરસે તેમ તળાજા ના એ ટીમાણા અને નેશિયા વિસ્તારમાં ધોધમાર શરૂ થયો હતો. જેને પગલે ખેતર વાડીમાં કામ કરતા શ્રમિકો ને કામ અધૂરું મૂકવું પડ્યું હતું.
ખેડૂત પરિવાર અનિલ લક્ષ્મણભાઈ બારૈયા ના નળીયા વાળા મકાન ઉપર વીજળી પડી હતી.જેને લઇ ઘરમાં રહેલ ટીવી,ફ્રીઝ,પંખા સહિત ઇલેક્ટ્રિક વસ્તુઓ,ગાદલા ગોદડા પલંગ ,ઘરનું વાયરીંગ બળીને નુકશાન ગ્રસ્ત થઈ ગયું હતું. સદનસીબે પરિવાર વાડીએ હોય ઘરે કોઈ ન હોય માનવ જિંદગી નુકશાન થી બચી ગઈ હતી. તળાજા શહેર માં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.એ ઉપરાંત બોરડા,ત્રાપજ,દિહોર ચૂડી વિસ્તારમાંથી માવઠા ના વાવડ મળ્યા હતા.દરમિયાન ભાવનગર શહેરમાં રાત્રે તે જ પવન ફૂંકાયો હતો.