Sihor
સિહોરના સાગવાડી આસપાસ દીપડાનો પડાવ, વાડી વિસ્તારમાં દીપડો દેખાતા ગભરાટ, વાછરડી પર હુમલો
દેવરાજ
સિહોર શહેરની આસપાસ વારંવાર દીપડા દેખાઈ રહ્યા હોવાથી અને રહેણાંક વિસ્તારોમાં આવી પશુઓનું મારણ કરી રહ્યા હોવાના બનાવોથી લોકોમાં ભયની લાગણી વ્યાપી છે. શહેરની આસપાસ ગ્રામ્ય પંથકમાં વારંવાર દીપડો રેણાંક વિસ્તારોમાં આવી પશુઓનું મરણ કરી રહ્યો હોવાના અવારનવાર બનાવો બની રહ્યા છે. સાગવાડી ગામે ફરી એકવાર દીપડો દેખાયો છે. ઓધાભાઈની વાડીમાં દીપડાએ વાછરડાં પર હુમલો કર્યો છે. સ્થાનિકો દ્વારા આ અંગે વનવિભાગને જાણ કરવામાં આવી હતી.
બે દિવસ પહેલાં પણ આ વિસ્તારમાં દીપડો દેખાયો હતો. અને એક મહિના પહેલા પણ દીપડાએ બેથી વધુ પશુનું મારણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, સીમમાં પણ અગાઉ દીપડો જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો હતો. અવાર નવાર ગામની સીમમા દીપડાને લઈને ગ્રામજનોમાં દહેશત છવાઈ હતી. દીપડાને પાંજરે પૂરવાની ગ્રામજનો માંગ કરી હતી. બનાવને લઈ ફોરેસ્ટ વિભાગ પોહચ્યો છે, અને પાંજરા સહિત મુકવામ માટેની તજવીજ હાથ ધરી છે