Connect with us

Gujarat

68 જજના પ્રમોશનનો કાનુની જંગ : 40ની બઢતી રદ્દ-28ને રાહત : હાઇકોર્ટનું નોટીફીકેશન

Published

on

Legal fight over promotion of 68 judges: Promotion of 40 canceled-Relief to 28: High court notification

કુવાડિયા

40 જજોને સીનીયર સીવીલ જજ પર યથાવત રાખી દેવામાં આવ્યા

ગુજરાતમાં 68 જજોના પ્રમોશનના કાનુની વિવાદ બાદ હવે હાઇકોર્ટ દ્વારા 68માંથી 40 જજોના પ્રમોશન રદ કરી દેવામાં આવ્યા છે અને 28ને રાહત આપવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટમાં આજે સત્તાવાર નોટીફીકેશન જારી કરવામાં આવ્યું હતું. ગુજરાતના 68 જજોને તાજેતરમાં પ્રમોશનના ઓર્ડર થયા હતા તેમાં રાહુલ ગાંધીને માનહાની કેસમાં સજા ફટકારનારા જજનો પણ સમાવેશ થતો હતો. પ્રમોશનની આ પ્રક્રિયામાં સીનીયોરીટી તથા મેરીટના માપદંડને યોગ્ય રીતે ધ્યાનમાં લેવામાં આવ્યા નથી અને મેરીટમાં ઓછા માર્કસ ધરાવતા જજને પણ પ્રમોશન આપી દેવાના આક્ષેપ સાથે કેટલાક કાયદા અધિકારીઓએ પ્રમોશનના ઓર્ડરને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો.

Legal fight over promotion of 68 judges: Promotion of 40 canceled-Relief to 28: High court notification

પ્રમોશનના ઓર્ડર જાહેર કરવામાં ઉતાવળ કરવા સામે સુપ્રિમ કોર્ટે પણ ટકોર કરી હતી અને સમગ્ર પ્રક્રિયા પર સ્ટે આપી દીધો હતો.હવે ગુજરાત હાઇકોર્ટ દ્વારા જારી કરેલા નવા નોટીફીકેશનમાં 68માંથી 40 જજોના પ્રમોશન રદ્દ કરી દેવામાં આવ્યા છે અને તેઓને સીનીયર સીવીલ જજ તરીકે નિયુકિત આપી દેવામાં આવી છે. આ જજોના એડીશ્નલ જજ તરીકેના પ્રમોશન રદ્દ કરાયા છે. બીજી તરફ ર8 જજોને રાહત આપીને તેઓના પ્રમોશન યથાવત રાખવામાં આવ્યા છે.

Advertisement
error: Content is protected !!