Sihor
સિહોરમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ
- તા.21 ઓગષ્ટ સુધી ડોર ટુ ડોર બી.એલ.ઓ. સંપર્ક કરી નામો ઉમેરવા, કમી કરવા સહિતની કામગીરી કરશે
મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જારી કરવામાં આવ્યો છે. ત્યારે તા.21 જુલાઈ 2023થી તા.21 ઓગષ્ટ 2023 સુધી બુથ લેવલ ઓફીસર દ્વારા ઘર ઘર સંપર્ક કરીને નામો કમી કરવા, નામો ઉમેરવા વિગેરે ચકાસણી કરવાના છે. માટે સ્થાનિક બુથના પ્રમુખ અને બીએલએ-2 સાથે રહીને મતદાન મથકમાં બીએલઓનો સંપર્ક કરવાનો રહેશે. ત્યારે આ અભિયાન દરમ્યાન મતદાન મથકોનું રેશનાલાઈઝેશન રી-એરેન્જમેન્ટ, સેકશન, ભાગવનઈ પુન: રચના અને મતદાન મથકોના સેકશન, ભાગોની સીમાઓના સ્થાનની સુચીત પુન: રચના તેમજ મતદાન મથકોની મંજુરી વિગેરેની કામગીરી તા.22 ઓગષ્ટથી તા.29 સપ્ટેમ્બર દરમ્યાન કરવામાં આવશે. જે નવા મતદાતાઓ તા.1-1-2024ના રોજ 18 વર્ષના થઈ ગયા હશે. તેઓના મતદાન યાદી સુધારણા કાર્યક્રમમાં નામ ઉમેરવા માટે પણ કામગીરી હાથ ધરવામાં આવશે.
તા.17 ઓકટોબર સંકલીત મતદાર યાદીના મુસદાની પ્રસિધ્ધિઓ અને સાથોસાથ હકકદાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો તા.30 નવેમ્બર સુધી રાખવામાં આવેલ છે અને આવેલા હકક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ તા.26 ડીસેમ્બર સુધી કરવામાં આવશે. મતદાર યાદીને આખરી પસંદગી તા.5 જાન્યુઆરી 2024ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે. તેમજ જો બીએલઓ હાજર ન હોય તો સબંધીત વિધાનસભાના ચૂંટણી અધિકારી અથવા મામલતદાર ઓફીસનો અને પાર્ટીના મહાનગરના કાર્યાલયનો સંપર્ક કરવા જણાવાયું છે.ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો હોય, મતદાર યાદી સુધારણા સંદર્ભમાં ચૂંટણી પંચ દ્વારા મતદાન મથક ઉપર ખાસ ઝુંબેશ અભિયાન, બૂથ લેવલ એજન્ટ (બીએલએ-2) પોતાના વિસ્તારમાં બધા લોકોને માહિતીગાર કરે અને મહતમ લોકો આ અભિયાનનો લાભ લે તેમજ એક જાગૃત મતદાર તરીકે આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો લાભ લે અને યુવા મતદાર યાદીમાં પોતાનું નામ ઉમેરાય તે માટે જાગૃત બને તે માટે તંત્ર દ્વારા જાહેર અનુરોધ કર્યો છે.