Sihor
સિહોરમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, સિંધી સમાજ દ્વારા ગંદકી ઉકરડા અને રખડતા ઢોરની વિકટ સમસ્યાને લઈ તંત્રને રજુઆત
પવાર
સિંધી કેમ્પમાં પ્રાથમિક સુવિધાને લઇ વિરોધ, સમાજના સ્થાનિક આગેવાનોની નગરપાલિકા કચેરી ખાતે રજુઆત, રોડ-રસ્તા, ગટર ઉકરડા સફાઈ અને રખડતા ઢોર અને કરી રજુઆત
સિહોર શહેરના સિંધી કેમ્પમાં પ્રાથમિક સુવિધાઓ અભાવ હોવાથી સિંધી સમાજના આગેવાનોએ નગરપાલિકા કચેરી ખાતે રજુઆત કરી હતી અને રોડ-રસ્તા, ગટર અને ઉકરડા સફાઈ સાથે રખડતા ઢોર માંથી મુક્તિ આપવા રજુઆત કરી હતી નગરપાલિકા વોર્ડ નં5 ખાતે આવેક સિંધી કેમ્પના સમાજના પ્રમુખ ગોરધનમલ ચાવડા, અને પૂર્વ નગરસેવક શંકરમલ કોકરા આગેવાનીમાં અને પાલિકાના પૂર્વ પ્રમુખ દિપસંગભાઈ રાઠોડને સાથે રાખી નગરપાલિકા મા આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.
કે સિંધી કેમ્પમા ખૂટીયાનો ત્રાસ કોઈ માનવ જાન હાની થાય તે પેહલા દૂર કરવો તેમજ જયા ત્યા ગંદકી , ઉકરડા ઓને દૂર કરવામાં આવે તેવી આક્રમક અને આક્રોશ સાથે રજૂઆતો કરવામાં આવી હતી. આ પહેલા પણ સીધી કેમ્પમા ખૂટીયાઓના ત્રાસ ને કારણે ૮ વષૅના બાળક ને ગંભીર ઈજા થયેલી હતી પૂર્વ નગરસેવક દિપસંગભાઈ રાઠોડ દ્વારા તંત્ર ને આડે હાથ લીધા હતા અને પાલિકાની બેદરકારીઓને લઈ ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી