Sihor
સિહોરના ખાંભા ગામે ભારે વરસાદ સાથે વાવાઝોડા જેવો પવન ફુંકાયો, ગરીબ પરિવારના મકાનના નળિયા અને પતરાં હવામાં ઊડ્યાં
દેવરાજ
સિહોર તાલુકાના ખાંભા ગામે આજે બપોરના સમયે ભારે પવન સાથે વાવાઝોડું ફુંકાયું હતું. જેના કારણે અનેક મકાનના નળિયા અને પતરાં હવામાં ઊડ્યાં હતા. ભાવનગર જિલ્લાના મુખ્ય મથક એવા સિહોર તાલુકાના ખાંભા ગામે આજે બપોરના સમયે ભારે પવન સાથે વરસાદ વરસતા કેટલાક મકાનના નળિયા અને પતરા હવામાં ઊડીને માર્ગ પર પડ્યા હતા. જોકે આજુબાજુમાં લોકોની અવરજવર ન હોવાના કારણે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.
બનાવની જાણ થતાં જ સ્થાનીક મહિલા સરપંચ તેમજ તેમના પતિ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બપોરના અરસામાં સમગ્ર પંથકના મોટાભાગના વિસ્તારોમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસ્યો હતો, જેમાં ખાંભા વરસાદની સાથે સાથે કેટલાક મકાન ઘરોને પણ ભારે નુકસાન થયું હતું ગરીબ પરિવારના ઘરોના છત પર મૂકેલા પતરા અને નળિયા ઉડી ગયા હતા. ઘરમાં પડેલ સાધન સામગ્રીને ભારે નુકશાન થયું હતું જેથી ગરીબ પરિવારમાં ભારે ચિંતાની લાગણી વ્યાપી હતી.