Sihor
સિહોર તાલુકાના ખાંભા ગામે આનંદ અને ઉલ્લાસ સાથે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ યોજાયો

પવાર
સિહોર તાલુકાના ખાંભા ગામે અમ્રુત સરોવર ના કિનારે 75 માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અને તેમની શાહદતને નમન તેમજ અર્પણ કાર્યક્રમ સિહોરના ખાંભા ગામે અમૃતસરોવર ના કિનારે શહિદ સ્મારક નુ અનાવરણ સરપંચ શિલ્પાબેન મોરી દ્વારા કરવામાં આવ્યું, પ્રભાત ફેરી,વૃક્ષારોપણ, પંચ પ્રાણ પ્રતિજ્ઞા, સેલ્ફી તેમજ અમૃત સરોવર ખાતે વીર વંદના, ધ્વજ વંદન તથા રાષ્ટ્રગાન કાર્યક્રમ રાખવામાં આવ્યો.
જેમાં ગામમાંથી હાલમાં આર્મીમાં ફરજ બજાવતા 5 જવાનોના માતા-પિતાનું સન્માનપત્ર થી તેમજ ફુલહાર અને સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું જેમા પીઆઇ ભરવાડ, નાયબ મામલતદાર બોરીચા, સરપંચશ્રી શિલ્પાબેન મોરી, પ્રમુખશ્રી સિહોર તાલુકા ભાજપ કાળુભાઇ ચૌહાણ, તલાટી મંત્રી નિકુંજભાઈ બારૈયા, ઉપસરપંચ વિપુલભાઈ બુધેલીયા, તથા પંચાયત સદસ્યઓ, આચાર્ય દિપકભાઈ તથા રણજીતસિંહ ,તથા શિક્ષક ગણ, પોલીસ અધિકારી ,આરોગ્ય કર્મચારી તથા મોટી સંખ્યામા ગ્રામ જનોની વિશેષ ઉપસ્થતીમાં માતૃભૂમિની સ્વતંત્રતા અને ગૌરવની રક્ષા માંટે પોતાનાં જીવનનું બલીદાન આપનાર વિરોને શત શત નમન કરવામાં આવ્યા.
સાથે પ્રાથમિક શાળાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું અને આનંદ ઉલ્લાસ સાથે કાર્યક્રમ ઉજવવામા કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માંટે ઘનશ્યામભાઈ મોરી, નિકુંજભાઈ બારૈયા, છોટુભા સરવૈયા,શિક્ષક ગણ જહેમત ઉઠાવી હતી.