Politics
ખડગેએ આજે બોલાવી વિપક્ષની બેઠક, અદાણી મુદ્દે રણનીતિ પર થશે ચર્ચા
કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે સમાન વિચારધારા ધરાવતા વિરોધ પક્ષોની બેઠક બોલાવી છે. રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતા પહેલા આ બેઠક સંસદમાં ખડગેના કાર્યાલયમાં થશે. આ બેઠકમાં હિંડનબર્ગ રિસર્ચ અને અદાણી મુદ્દે સંસદમાં સરકારને ઘેરવાની રણનીતિ બનાવવા માટે ચર્ચા થવાની આશા છે.
માનવામાં આવે છે કે સોમવારે રાજ્યસભામાં વિપક્ષની રણનીતિ નક્કી કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે. અમેરિકન ફર્મ હિંડનબર્ગ રિસર્ચના અહેવાલને પગલે ખડગેએ શુક્રવારે અદાણી જૂથના કારોબારની સંયુક્ત સંસદીય સમિતિની તપાસની તેમની પાર્ટીની માગણીનો પુનરોચ્ચાર કર્યો હતો. ખડગેએ મીડિયાને સંબોધતા કહ્યું કે, શું અદાણી કૌભાંડની તપાસ ન થવી જોઈએ. શું જાહેર ક્ષેત્રની બેંકોએ અદાણીના વ્યવસાયોમાં રોકેલા નાણાં પર ચર્ચા ન થવી જોઈએ?