Bhavnagar
કાંઠે મહાભયના ૧૦ નંબરના સિગ્નલો ; ભયાનક આફતના એંધાણ : વીજ તંત્ર હાઇએલર્ટ : હજારોનો સ્ટાફ તૈનાત
બરફવાળા
બિપોરજોય બન્યું ‘બળવાન’ : ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સુસવાટા મારતા પવનોઃ વાદળછાયુ વાતાવરણઃ વાવાઝોડુ ‘ટોક ઓફ ધી ટાઉન’ : મહાભયાનક વાવાઝોડાએ રૌદ્ર સ્વરૂપ પકડવા કાંઠે ૯ને બદલે ૧૦ નંબરના ભયસૂચક સિગ્નલો લાગ્યા : મોરબી – દ્વારકા – કચ્છ – કંડલા – પોરબંદર – ઓખામાં હાઇએલર્ટ : સૌરાષ્ટ્રમાં ફુંકાતો કાતિલ પવન : કંડલા બંદર ખાલી કરાવાયુ : તંત્ર સાબદુ : ઠેર ઠેર NDRFની ટીમો તૈનાત
મહાભયાનક વાવાઝોડાએ અતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ગુજરાત – સૌરાષ્ટ્ર – કચ્છના દરિયાકાંઠે ભયજનક ૧૦ નંબરના સિગ્નલો મુકવામાં આવ્યા છે.
જામનગર, દ્વારકા, કચ્છ, કંડલા, પોરબંદર, ઓખામાં હાઇએલર્ટ સાથે દરિયો ગાંડોતુર થયો છે. બિપરજોય વાવાઝોડુ હવે વધુ બળવાન બન્યું છે અને મહાભયના સિગ્નલો લગાવવામાં આવ્યા છે. ભાવનગર સહિત સૌરાષ્ટ્ર – કચ્છમાં કાતિલ પવનો ફૂંકાઇ રહ્યા છે.
ચક્રવાત બિપરજોય જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.
આ ચક્રવાતની અસર કેરળ અને મુંબઈના દરિયામાં દેખાઈ રહી છે. આ બંને જગ્યાએ દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. હવામાન વિભાગે ચક્રવાત બિપરજોયને જોતા સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત બિપરજોય ૧૪મી તારીખની સવાર સુધી લગભગ ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે. ત્યારબાદ, તે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને સૌરાષ્ટ્ર અને કચ્છને પાર કરશે અને ૧૫મી જૂનની બપોર સુધીમાં માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચે જખૌ બંદર (ગુજરાત) નજીક પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરશે. આ દરમિયાન પવનની ઝડપ ૧૨૫ થી ૧૩૫ કિમી પ્રતિ કલાકથી ૧૫૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. કચ્છના માંડવી અને કરાચી વચ્ચે ટકરાતા ચક્રવાત બાયપોરોયને લઈને NDRFની ૭ ટીમો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.